તમારી સહમતિથી તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી શકે? જાણો શું કહે છે કાયદો
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનું મહાપર્વ શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં દેશની કુલ 543 લોકસભા સીટો માટે જનતા પોતાના મતદાનનો પ્રયોગ કરશે. તેવામાં અમે ચૂંટણી સાથે જોડાયેલા જરૂરી સવાલનો જવાબ તમારા માટે લાવ્યા છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2024 હેઠળ દેશની કુલ 543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ વચ્ચે લોકોના મનમાં ચૂંટણીને લઈને ઘણા સવાલ પણ છે. તેમાંથી એક સવાલ છે કે કોઈ વ્યક્તિનો મત તેની સહમતીથી કોઈ અન્ય આપી શકે છે? જો આમ થઈ શકે તો શું કરવું પડશે ન ન થઈ શકે તો શું આ રીતે કામ કરવા પર કોઈ દંડ થશે. આવો આ સવાલનો જવાબ જાણીએ.
શું સહમતિથી કોઈ અન્ય કરી શકે છે મતદાન?
તેનો જવાબ અમને તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ અનુસાર કોઈ મતદાતાની સહમતિ પર પણ કોઈ બીજો મતદાન કરી શકે નહીં. જો કોઈ આમ કરે છે તો ભારતીય દંડ સંહિતાની કલમ 171 D એક વર્ષની જેલ કે દંડની સાથે બંને સંભવ છે. બીજાનો મત આપવો કે મતદાન કરવાનો પ્રયાસ કરવો ગેરકાયદેસર છે. ફરિયાદ મળવા પર તત્કાલ કાર્યવાહી થાય છે.
આ વખતે કેટલા લોકો મતદાન માટે પાત્ર છે?
ભારતીય ચૂંટણી પંચે આપેલી જાણકારીમાં કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં લગભગ 97 કરોડ ભારતીય મતદાન કરવા માટે પાત્ર હશે. ચૂંટણી પંચે જણાવ્યું કે ભારતમાં 96.88 કરોડ લોકો સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે નોંધાયેલા છે જે દુનિયામાં સૌથી મોટો મતદાતા વર્ગ છે. પંચ પ્રમાણે પાછલી લોકસભા ચૂંટણી 2019થી રજીસ્ટર્ડ મતદાતાઓની સંખ્યામાં 6 ટકાનો વધારો થયો છે.
સાત તબક્કામાં ક્યારે-ક્યારે થશે મતદાન?
પ્રથમ તબક્કો - 19 એપ્રિલ
બીજો તબક્કો - 26 એપ્રિલ
ત્રીજો તબક્કો - 7 મે
ચોથો તબક્કો - 13 મે
પાંચમો તબક્કો - 20 મે
છઠ્ઠો તબક્કો - 25 મે
સાતમો તબક્કો - 1 જૂન
પરિણામો- 4 જૂન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે