સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં ગૃહ મંત્રાલયે SITની રચના કરી, પાંચ કસ્ટડીમાં, એક ફરાર

Parliament Security Breach: સંસદની સુરક્ષામાં ગેરરીતિના મામલે પોલીસે મનોરંજન, સાગર, નીલમ, અમોલ અને વિક્કીની અટકાયત કરી છે. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરવાનો નિર્ણય લીધો છે.

સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં ગૃહ મંત્રાલયે SITની રચના કરી, પાંચ કસ્ટડીમાં, એક ફરાર

Lok Sabha Security Breach: બુધવારે (13 ડિસેમ્બર) ના રોજ સંસદની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા બે લોકો સાંસદોના બેસવાની જગ્યામાં કૂદી પડ્યા અને કેન દ્વારા ધુમાડો કર્યો હતો. આ સિવાય અન્ય બે લોકોએ કેમ્પસમાં હંગામો કર્યો અને 'તાનાશાહી નહીં ચાલે' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષામાં ખામીની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની હતી. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરી છે.

મંત્રાલયે કહ્યું- લોકસભા સેક્રેટરી જનરલના પત્ર પર ગૃહ મંત્રાલયે સીઆરપીએફના ડીજી અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી છે. તેમાં અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારી સભ્યોના રૂપમાં સામેલ થશે. 

ગૃહ મંત્રાલયે શું કહ્યું?
ગૃહ મંત્રાલયે કહ્યું- કમિટી તે વાતની તપાસ કરશે કે સુરક્ષામાં કઈ રીતે ચૂક થઈ અને સુરક્ષામાં રહેલી ખામીને જાણીને કાર્યવાહી થશે. કમિટી આ સિવાય સુરક્ષા મજબૂત કરવાને લઈને જલ્દી રિપોર્ટ આપશે. 

— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) December 13, 2023

વિપક્ષનો હુમલો
આ મામલાને લઈને વિપક્ષ સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને ગૃહની અંદર નિવેદન આપે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. 

શું બની ઘટના?
બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી પડ્યા અને ધુમાડો ફેલાવ્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગૃહમાં શૂન્ય કાળ દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને તેમાંથી એક વ્યક્તિ ઝડપથી એક ટેબલ પરથી બીજા ટેબલ પર કૂદીને આગળ દોડી રહ્યો હતો. સુરક્ષાકર્મીઓ અને કેટલાક સાંસદોએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં બંને ઝડપાઈ ગયા હતા.

પાંચ લોકો ઝડપાયા અને એક ફરાર
પોલીસે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક ફરાર છે. લોકસભામાં હંગામો કરનાર વ્યક્તિની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. જ્યારે અમોલ શિંદે અને નીલમ સંસદ ભવન બહારથી ઝડપાયા હતા. તેમનો પાંચમો સાથી લલિત પણ ચારેય સાથે સંસદમાં આવ્યો, પરંતુ જ્યારે હોબાળો થયો ત્યારે તે ભાગી ગયો અને ફરાર થઈ ગયો. તેનો છઠ્ઠો સાથી વિકી પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news