દેશના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી, જાણો કેમ બગડી ગઈ બાજી

Speaker Election: લોકસભામાં સ્પીકર પદ માટે કાલે ચૂંટણી યોજાશે. તેમાં ભાજપના ઓમ બિરલા અને કોંગ્રેસના કે સુરેશ આમને-હામને હશે. પરંતુ કેમ લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી યોજવાની ફરજ પડી. જાણો સમગ્ર ઘટનાક્રમ..

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી, જાણો કેમ બગડી ગઈ બાજી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળતાં આ વખતે પરિસ્થિતિ વિપરિત છે. હવે ચર્ચા સંસદની થઈ રહી છે કે, સંસદમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પર શું સમીકરણ સધાશે? બધુ નક્કી હતું, ઓમ બિરલા ફરી વખત સંસદના અધ્યક્ષ બનવાના હતા, આમાં વિપક્ષનું સમર્થન પણ હતું પરંતુ, અચાનક જ આખી બાજી બગડી અને હવે વિપક્ષે પણ સંસદમાં લોકસભા અધ્યક્ષ માટે પોતાના ઉમેદવાર ઉતારી દીધા. કેમ સર્જાયું છે લોકસભા સ્પીકર પદ માટે ઘમાસાણ જુઓ આ રિપોર્ટમાં.. 

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ પદ માટે જે ઉમેદવાર છે એ તમારી સામે છે. એક ઉમેદવાર ઓમ બિરલા છે, જે પૂર્વ લોકસભા અધ્યક્ષ અને NDA તરફથી ઉમેદવાર છે. જ્યારે બીજી તરફ કે. સુરેશ છે જ INDIA તરફથી લોકસભા સ્પીકર તરીકે ઉમેદવાર છે..

આખરે આ પરિસ્થિતિ સર્જાય કેમ એવું તો શું થયું કે, બધુ નક્કી હોવા છતાં પણ INDIAએ લોકસભા સ્પીકર તરીકે પોતાના ઉમેદવાર ઉતાર્યા અને દેશના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવી પડે તેવી પરિસ્થિતિ આવી? એનું કારણ પણ સમજીએ. હકીકતમાં મંગળવારે સવારે રાજનાથસિંહના કાર્યાલયે બેઠક યોજવામાં આવી. જેમાં NDAના સહયોગી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહ્યા. આ બેઠકમાં DMKના નેતા TR બાલુ પણ જોડાયા હતા. રાજનાથસિંહે TR બાલુ સાથે અલગ બેઠક કરી હતી. TR બાલુ ઓમ બિરલાને સમર્થન આપવા માટે તૈયાર હતા અને નામાંકન પર સહી કરવા પણ તૈયાર હતા. એ જ સમયે કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ બેઠકમાં પહોંચ્યા. કે.સી. વેણુગોપાલે સ્પીકરના સમર્થન માટે ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની માગ કરી. સરકારે કહ્યું કે, ડેપ્યુટી સ્પીકર અંગે ચર્ચા બાદમાં થશે.

આ મામલે સરકારનું એ પણ કહેવું છેકે, ડેપ્યુટી સ્પીકર અંગે ચર્ચા જ્યારે પણ થશે ત્યારે વિપક્ષની સહમતી લેવામાં આવશે પરંતુ, વિપક્ષ પોતાની માગ સાથે અડગ રહ્યું અને તેના જ પરિણામે લોકસભા સ્પીકર પદ પર નવું ઘમાસાણ સર્જાયું. ચર્ચા એ પણ થઈ રહી છે કે, સ્પીકર પદ માટે કોંગ્રેસ ઉમેદવાર ન ઉતારે અને ઓમ બિરલા સમર્થન કરે એ માટે રક્ષામંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ત્રણ વખત ફોનમાં વાત કરી પરંતુ, કોઈ સમાધાન નીકળ્યું નહીં. કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન વતી સ્પીકર પદ માટે કે. સુરેશના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. ટીએમસીનું કહેવું છે કે લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે ટીએમસીની કોઈ સલાહ લેવામાં આવી નથી..

સામાન્ય રીતે લોકસભા સ્પીકરનું પદ શાસક પક્ષને અને ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા રહી છે પરંતુ છેલ્લા બે વખતથી આવું થતું નથી.16મી અને 17મી લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમતી હતી. 16મી લોકસભામાં ભાજપના સુમિત્રા મહાજન સ્પીકર તરીકે ચૂંટાયા હતા જ્યારે AIADMKના એમ થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા હતા, ત્યારે ઓમ બિરલાને 17મી લોકસભામાં સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news