'શેરો કે તેવર નહીં બદલતે'...ભાજપે PM મોદીનો 27 વર્ષ જૂનો VIDEO શેર કર્યો

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ જ પ્રકારે ભાજપ પણ અલગ મૂડમાં જોવા મળી રહ્યો છે. ભાગલાવાદીઓ અને આતંકીઓ માટે તેમની પાર્ટી અને નરેન્દ્ર મોદીનું વલણ પહેલા જેવું હતું તેવું જ અત્યારે છે તેવું દર્શાવવા માટે ભાજપે પીએમ મોદીનો 27 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે. 
'શેરો કે તેવર નહીં બદલતે'...ભાજપે PM મોદીનો 27 વર્ષ જૂનો VIDEO શેર કર્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ જ પ્રકારે ભાજપ પણ અલગ મૂડમાં જોવા મળી રહ્યો છે. ભાગલાવાદીઓ અને આતંકીઓ માટે તેમની પાર્ટી અને નરેન્દ્ર મોદીનું વલણ પહેલા જેવું હતું તેવું જ અત્યારે છે તેવું દર્શાવવા માટે ભાજપે પીએમ મોદીનો 27 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે. 

સિંહના તેવર બદલાતા નથી એ નામે વીડિયો પોસ્ટ કરાયો છે. વીડિયોમાં એક બાજુ મોદીનું એ ભાષણ છે જે તેમણે 24 જાન્યુઆરી 1992ના રોજ લાલચોક જતા પહેલા આપ્યું હતું. બીજી બાજુ 4 માર્ચ 2019ના રોજનું જનસભામાં આપેલું ભાષણ છે જેમાં તેઓ પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી રહ્યાં છે. 

લાલ ચોક પર તિરંગ ફરકાવ્યો હતો
જમ્મુ અને કાશ્મીરના લાલ ચોક પર તિરંગો ફરકાવવો એ 1992ના રાજકારણમાં કેન્દ્રમાં હતું. તે વર્ષે આતંકીઓની ધમકી છતાં મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા મનોહર જોશી વગેરે સાથે લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. 

— BJP (@BJP4India) March 15, 2019

પોસ્ટ કરાયેલો વીડિયો તે ઘટના અગાઉનો છે. જેમાં મોદી આતંકીઓને નિશાન બનાવવાને લઈને કહી રહ્યાં છે કે 26 જાન્યુઆરીના રોજ લાલ ચોક જશે અને ખબર પડી જશે કે કોણે પોતાની માતાનું દૂધ પીધુ છે. અત્રે જણાવવાનું કે તે સમયે પાર્ટીમાં મોદીનું કદ વધવાનું શરૂ થઈ ગયું હતું. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

બીજો વીડિયો 4 માર્ચ 2019નો છે. મોદીનું આ ભાષણ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર થયેલી એર સ્ટ્રાઈક પછીનું છે. પુલવામા આતંકી હુમલા બાદ આ એરસ્ટ્રાઈક કરાઈ  હતી. પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news