મારા પિતાનું અપમાન છતા પણ PM મોદી માટે માત્ર પ્રેમ: રાહુલ ગાંધી
વડાપ્રધાન મોદીએ સોમવારે પણ રાજીવ ગાંધી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું અને કોંગ્રેસને પડકાર ફેંક્યો કે તેઓ બોફોર્સનાં આરોપી પૂર્વ વડાપ્રધાનના નામે ચૂંટણી લડી બતાવે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) નો રાજકીય પારો સાતમા આસમાને છે સાથે જ સતત વધતું જઇ રહ્યું છે. બીજી તરફ રાજનીતિક દળો વચ્ચે આરોપ- પ્રત્યારોપનો સમયગાળોપણ ચાલુ થઇ ચુક્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પિતા રાજીવ ગાંધીનું અપમાન કર્યું, પરંતુ વડાપ્રધાન માટે તેમના મનમાં માત્ર પ્રેમ છે. રાહુલે દિલ્હીના ચાંદની ચોક લોકસભા વિસ્તારમાં સોમવારે આયોજીત એક ચૂંટણી સભા સંબોધિત કરતા આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એક શહીદ (રાજીવ ગાંધી) નું અપમાન કર્યું છે. મારા પરિવાર માટે ભલે તેઓને ગમે તેટલી ધૃણા હોય, પરંતુ હું તેમને પ્રેમ કરુ છું. ઉત્તરપ્રદેશમાં શનિવારે એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલો કરતા પૂર્વ વડાપ્રધાનને નિશાન બનાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તમારા પિતાને તેમના દરબારી મિસ્ટર ક્લિન (શ્રીમાન સ્વચ્છ) કહેતા હતા પરંતુ તેમની જીવન ભ્રષ્ટાચારી નંબર 1 ની જેમ પુરૂ થયું. વડાપ્રધાન મોદીનાં આ નિવેદનની વિપક્ષી નેતાઓએ તીખી નિંદા કરી છે.
ઇરાન જેટલા સસ્તા ભાવે ક્રુડ આપવાનું આશ્વાસન શક્ય નથી : અમેરિકાએ ભારતની ચિંતા વધારી
વડાપ્રધાને સોમવારે પણ રાજીવ ગાંધી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું અને કોંગ્રેસને પડકાર ફેક્યો કે તેઓ બોફોર્સનાં આરોપી પૂર્વ વડાપ્રધાનનાં નામ પર ચૂંટણી લડીને દેખાડે. રાહુલે ચુંટણી સભામાં લઘુત્તમ આવક યોજના (ન્યાય)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેના કારણે દેશની અર્થવ્યવસ્થા આગળ વધશે. તેમણે કહ્યું કે, ન્યાય યોજનાથી દિલ્હી અને દેશની અર્થવ્યવસ્થામાં વધારો થશે. દિલ્હીની સાતેય લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે