અહો વૈચિત્રમ! શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હનુમાનજીને કસ્ટડીમાં લીધા

બે પક્ષો વચ્ચે વિવાદ થયા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને હનુમાનજીને જ કસ્ટડીમાં લઇ લીધા છે

અહો વૈચિત્રમ! શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હનુમાનજીને કસ્ટડીમાં લીધા

હાઝીપુર : સામાન્ય રીતે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ તકેદારીભાગ રૂપે કસ્ટડીમાં લે છે જેથી કોઇ અપ્રિય ઘટનાને ટાળવામાં આવી શકે, જો કે બિહારનાં વૈશાલી જિલ્લામાં કસ્ટડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યારે શાંતિ જાળવી રાખવા માટે પોલીસે ભગવાન હનુમાનને જ કસ્ટડીમાં લેવા પડ્યા હતા.

370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી
INSના એક અહેવાલ અનુસાર પોલીસે આ મુદ્દે બે અલગ અલગ પક્ષોની જેમ જ અલગ અલગ કેસ દાખલ કર્યા હતા. પોલીસના એક અધિકારીએ શનિવારે જણાવ્યું, પાનાપુર ગૌરાહી ગામમાં બલવા કોરી ઠાકુરબાડીમાં એક વિવાદિત જમીન પર કેટલાક લોકો (ત્રીજા પક્ષના) ભગવાન હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા. તે મુદ્દે ઠાકુરબાડી સમિતીના લોકો આક્રોશિત થઇ ગયા હતા. ગુરૂવારે આ મુદ્દે ત્યારે વિરોધ વધી ગયો, જ્યારે કેટલાક લોકોએ તેના પર વિરોધ વ્યક્ત કરતા મુર્તિને ત્યાંથી હટાવવા માટેની માંગ કરી હતી. ત્યાર બાદ બંન્ને પક્ષોમાં ટક્કરની સ્થિતી આવી ગઇ. માહિતી પર  ઘટના સ્થળે પહોંચેલી સદર પોલીસે હનુમાનજીની મુર્તિને પોતાના કબ્જામાં લઇ લીધી.

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ
પોલીસ સ્ટેશનમાં સુરક્ષીત છે હનુમાનજીની મુર્તિ
હાજીપુરનાં પોલીસ ઉપાધીક્ષક રાઘવ દયાલે કહ્યું કે, બંન્ને પક્ષોના લેખીત આવેદન બાદ સદર પોલીસ સ્ટેશન કેસ દાખલ કરી લીધો છે. તેમણે કહ્યું કે,  જાહેર જમીન પર મંદિર અથવા મુર્તિની સ્થાપના પ્રતિબંધિત છે. ભગવાન હનુમાનજીની મુર્તિને કબ્જામાં લઇ લેવામાં આવ્યા છે અને તેને પોલીસ સ્ટેશમાં સુરક્ષીત રાખવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત
તેમણે કહ્યું કે, વિવાદ ખતમ કરવા અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે ભગવાન હનુમાનની મુર્તિને ગામથી હટાવીને પોલીસે પોતાનાં કબ્જામાં લઇ લીધા છે. જો કે મુર્તિને ક્યારે પરત લેવામાં આવશે. તે અંગે પોલીસનું કોઇ નિવેદન નથી આવ્યું. જો કે સ્થિતી સામાન્ય થતા સુધીમાં કદાચ હનુમાનજીને પોલીસ સ્ટેશનમાં જ રહેવું પડે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news