370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી

ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર રહ્યા હતા

Updated: Oct 12, 2019, 09:24 PM IST
370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી

મંડી : હિસારના આદમપુર મંડીમાં ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનસભાને સંબોધિત કરી હતી. હરિયાણાની હૉટ સીટ માનવામાં આવતી આદમપુર સીટ પર પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ભજનલાલના પરિવારનો દબદબો માનવામાં આવે છે. ભાજપ અહીંથી ટિક-ટોક સ્ટાર અને અભિનેત્રી સોનાલી ફોગાટને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ સીએમ ભજનલાલના પુત્ર અને વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઇ પર દાવ લગાવ્યો છે. હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે તેવી સ્થિતીમાં ભાજપે પોતાનાં સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. યોગી આદિત્યનાથને હરિયાણામાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ, યુકે અને દુબઇમાં રહેલી તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી
ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર હતા. આ દરમિયાન યોગી આદિત્યનાથે 370ના મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. યોગી આદિત્યનાથે આદમપુર મંડીથી કોંગ્રેસનાં ઉમેદવાર કુલદીપ બિશ્નોઇનું નામ લીધા વગર 50 વર્ષથી પરિવારવાદનીસંરચનામાં ફસાયેલા આદમપુરને આ વર્ષે ભાજપ ઉમેદવારને વિજયી બનાવીને બહાર નિકળવાનું આહ્વાન પણ કર્યું હતું.

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત
પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, મોદીએ મોદી હે તો મુમકીન હે નારાને સાકાર કર્યો. 1952માં કલમ 370ને સંવિધાનમાં જોડવામાં આવ્યા. આ કલમને શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉ ભીમરાવ આંબેડકર અને સરદાર પટેલે પણ વિરોધ કર્યો હતો. 70 વર્ષથી તેને હટાવવાની કોઇ હિમ્મત કરી શક્યા નહોતા.  જો કે વડાપ્રધાન મોદીએ પોતાનાં બીજા કાર્યકાળમાંતેને હટાવવાનું સાહસીક પગલું ઉઠાવ્યું. ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ આતંકવાદના તાબુત પર આખરી ખીલો ઠોક્યો છે. જમ્મુ કાશ્મીરને વિકાસ સાથે જોડવાનું કાર્ય હવે ચાલુ થઇ ચુક્યું છે.