મહારાષ્ટ્રઃ નાસિકની પાસે રેલ દુર્ઘટના, જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા ખડી પળ્યા

જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના બપોરે નાસિક નજીક સર્જાય છે. 
 

મહારાષ્ટ્રઃ નાસિકની પાસે રેલ દુર્ઘટના, જયનગર એક્સપ્રેસના 10 ડબ્બા ખડી પળ્યા

મુંબઈઃ લોકમાન્ય તિલક ટર્મિનસ-જયનગર અંત્યોદય એક્સપ્રેસ (11061) ના 10 કોચ રવિવારે બપોરે મહારાષ્ટ્રના નાસિકની પાસે લાહવિત અને દેવલાલી વચ્ચે ડાઉન લાઇન પર પાટા પરથી ખળી પડ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ઘટના બપોરે 3.10 કલાકની છે. અત્યાર સુધી કોઈ દુર્ઘટનાની સૂચના નથી. આ ટ્રેન મુંબઈથી બિહાર જઈ રહી હતી. 

સ્થળ પર રાહત ટ્રેન અને મેડિકલ વેન પહોંચી
મધ્ય રેલવેના સીપીઆરઓએ કહ્યુ કે દુર્ઘટના બાદ સ્થળ પર રાહત ટ્રેન અને મેડિકલ વેન પહોંચી ગઈ છે. રાહત દળે સ્થળ પર સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે. જલદી સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવશે. 

— ANI (@ANI) April 3, 2022

હેલ્પલાઇન નંબર જાહેર
દુર્ઘટનાને લઈને રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર એક હેલ્પલાઇન શરૂ કરી છે. 55993; એમટીએનએલ, 02222694040; જાહેર હેલ્પલાઇ નંબર,  0253-2465816.

ઘણી ટ્રેનો રદ્દ, અનેકનો રૂટ ડાયવર્ડ
દુર્ઘટના વિશે પૂછવા પર સીપીઆરઓએ જણાવ્યું કે, રેલવેએ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે આ રૂટ પર ઘણી ટ્રેનો રદ્દ/ડાયવર્ડ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news