દિલ્હીમાં 11 લોકોના મોત પાછળ ઉજ્જૈનનાં તાંત્રિકનો શ્રાપ ! નવો થિયરી સામે આવી

દિલ્હીનાં બુરાડીમાં 11 લોકોનાં રહસ્યમય મોતના ડોઢ વર્ષ પહેલા તેમણે ઉજ્જૈનમાં એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી

દિલ્હીમાં 11 લોકોના મોત પાછળ ઉજ્જૈનનાં તાંત્રિકનો શ્રાપ ! નવો થિયરી સામે આવી

નવી દિલ્હી : દિલ્હીનાં બુરાડીમાં 11 લોકોનાં રહસ્યમય મોતે સમગ્ર દેશને ધ્રુજાવી દીધો છે. બુરાડી કાંડનું રહસ્ય ઉકેલવા માટે દિલ્હી પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. બીજી તરફ હવે બુરાડી કાંડનું મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં કનેક્શન બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર ડોઢ વર્ષ પહેલા ભાટિયા પરિવાર ધાર્મિક નગરી ઉજ્જૈન ગયો તો. ભાટિયા પરિવાર ઉજ્જૈનનાં ભૃતહરિ ગુફા અને ગઢકાલિકા ક્ષેત્રમાં તાંત્રિક ક્રિયાઓ પણ કરી હતી. આ ઘટનાને જોનારા એક પ્રત્યક્ષ દર્શીનું કહેવું છે કે ભાટિયા પરિવારે ઉજ્જૈનમાં તાંત્રિક ક્રિયાઓ કરવા માટે એક તાંત્રિકનો સંપર્ક પણ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીનાં અનુસાર ભાટિયા પરિવારનો તાંત્રિક સાથે કોઇ મુદ્દે વિવાદ થયો હતો  અને તાંત્રિકે પરિવારનાં પતનનો શ્રાપ પણ આપ્યો હતો. 

ઉજ્જૈનનાં તાંત્રિકનો સંપર્ક સાધ્યો હતો
ઉજ્જૈનમાં રહેનારા શ્રીકાંત કુમાર અનુસાર, ભાટિયા પરિવાર તંત્ર સાધનામાં વિશ્વાસ ધરાવે છે. પરિવારમાં સમસ્યાનાં કારણે પરિવારનાં એક સભ્યનું મોત થઇ ગયાનાં ડોઢ વર્ષ પહેલા ભાટિયા પરિવાર ઉજ્જૈન આવ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત શ્રીકાંત સાથે થઇ હતી. ભાટિયા પરિવારે ઉજ્જૈનમાં ગોપિનાથ નામનાં એક તાંત્રિક પાસે તંત્ર ક્રિયા કરાવી હતી. તંત્રક્રિયા માટે ભર્તુહરીની ગુફા અને ગઢકાલિકા વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક મંદિરમાં દર્શન કરવા ગયેલ શ્રીકાંત કુમાર સાથે ભાટિયા પરિવારની મુલાકાત થઇ. શ્રીકાંત કુમારે કહ્યું કે, અઘોર તંત્ર દ્વારા તેઓ તેમનાં પરિવારનાં સભ્યને ફરીથી જીવીત કરવા માટે ક્રિયાઓ કરી રહ્યા હતા. તંત્ર ક્રિયા પુર્ણ થયા બાદ તાંત્રિક ગોપિનાથે તેની પાસે રૂપિયા માંગ્યા હતા. જે અંગે ભાટિયા પરિવારે અસમર્થતા વ્યક્ત કરી હતી. 

તાંત્રિકોએ આપ્યો હતો પતનનો શ્રાપ
શ્રીકાંત કુમારના અનુસાર તાંત્રિક ગોપિનાથ તંત્ર ક્રિયા પુર્ણ કર્યા બાદ પૈસા નહી મળતા નારાજ થઇને ભાટિયા પરિવારને પતનનો શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું કે, શ્રાપને ડોઢ વર્ષ પુર્ણ થયું ત્યારે જ સમગ્ર પરિવારની લાશો મળી છે. આ તાંત્રિકનાં શ્રાપના કારણે જ થયું છે, બીજી તરફ શબો મુદ્દે પોલીસ તેને અંધવિશ્વાસમાં આત્મહત્યા માનીને ચાલી રહી છે. તમામ શબના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચુક્યા છે અને રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવાયું છે. રિપોર્ટમાં તે વાત પણ સ્પષ્ટ થઇ ચુકી છે કે, કોઇ પણ શબ પર જોર જબરદસ્તી કરવામાં આવી નથી.ઘરમાં રહેલા રજીસ્ટર પરથી પણ માહિતી મળે છે કે પરિવારે અંધશ્રદ્ધાથી પ્રેરાઇને જ આ કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news