Sidhi Road Accident: ડ્રાઈવરે રૂટ બદલ્યો અને સર્જાયો ગોઝારો અકસ્માત..MP માં બસ નહેરમાં ખાબકતા 38 લોકોના મોત
મધ્ય પ્રદેશના સિધીમાં આજે સવારે ભયાનક અકસ્માત થયો. સતના જઈ રહેલી મુસાફર બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં નહેરમાંથી 38 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 7 મુસાફરોનો બચાવ થયો છે. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
Trending Photos
સિધી: મધ્ય પ્રદેશના સિધીમાં આજે સવારે ભયાનક અકસ્માત થયો. સતના જઈ રહેલી મુસાફર બસ નહેરમાં ખાબકી, અત્યાર સુધીમાં નહેરમાંથી 41 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 7 મુસાફરોનો બચાવ થયો છે. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની બસ નંબર MP 19P 1882 સિધીથી સતના તરફ જઈ રહી હતી. કમલેશ્વર સિંહ બસના માલિક છે. બસની ફિટનેસ 2 મે 2021 સુધી અને પરમિટ 12 મે 2025 સુધીની છે. સિધી અકસ્માતના કારણે આજે થનારી કેબિનેટ બેઠક પણ સ્થગિત કરાઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને આ જાણકારી આપી.
ટ્રાફિક જામના કારણે ડ્રાઈવર નહેર કિનારે સાંકડા રસ્તે લઈ આવ્યો બસ
પોલીસના જણાવ્યાં મુજબ બસની ક્ષમતા 32 મુસાફરોની હતી. પરંતુ તેમાં 60 જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા. સિધી માર્ગ પર છુહિયા ઘાટી થઈને બસ સતના જવાની હતી, પરંતુ ટ્રાફિક જામના કારણે બસ ડ્રાઈવરે રૂટ બદલ્યો અને તે નહેર કિનારે સાંકડા રસ્તે બસ લઈ ગયો. સિધીથી 80 કિલોમીટરની મુસાફર કર્યા બાદ ચુરહટ અને રામપુર નૈકિન પાર કરતા જ મોટા કસ્બા પાસે બસ બેકાબૂ થઈને નહેરમાં પલટી ગઈ.
मैंने सीधी कलेक्टर से दुर्घटना के मामले में बात कर रेस्क्यू ऑपरेशन तेज करने के निर्देश दिये हैं।
नहर के जलस्तर स्तर को कम करने के लिए बाणसागर की ओर से आने वाले पानी को भी रोक दिया गया है।
मौके पर एसडीआरएफ और प्रशासन की टीम मौजूद है। मैं सतत अधिकारियों के संपर्क में हूं। https://t.co/Lxgtrgwbg7
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 16, 2021
CM એ રાહત કાર્ય ઝડપી કરવાના આપ્યા આદેશ
સિધી રોડ અકસ્માતની જાણકારી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને થતા જ તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવાના નિર્દેશ આપ્યા. બાણસાગર ડેમથી નહેર તરફ જઈ રહેલા પાણીને પણ રોકવાની વાત કરી. સીએમએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે સતના જઈ રહેલી બસ નહેરમાં ખાબકતા અકસ્માતમાં અનેક અનમોલ જિંદગીઓ અકાળે ખતમ થવાના સમાચારથી દુખી છું. બાકીના મુસાફરોના સુરક્ષિત હોવાની પ્રાર્થના કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે