IND vs ENG: ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડથી લીધો હારનો બદલો, 317 રનથી જીતી મેચ

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચેન્નાઈમાં (Chennai) બીજી ટેસ્ટના ચોથા ભારતની શાનદાર જીત થઈ છે. 482 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇંગ્લેન્ડ 164 રન પર ઓલઆઉટ થઈ ગઇ છે. ભારતે 317 રનથી હરાવી પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લીધો છે

IND vs ENG: ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડથી લીધો હારનો બદલો, 317 રનથી જીતી મેચ

IND vs ENG 2nd Test Day 4: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચેન્નાઈમાં (Chennai) બીજી ટેસ્ટના ચોથા ભારતની શાનદાર જીત થઈ છે. 482 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇંગ્લેન્ડ 164 રન પર ઓલઆઉટ થઈ ગઇ છે. ભારતે 317 રનથી હરાવી પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લીધો છે. ત્યારે ભારત તરફથી અક્ષર પટેલે 5 અને આર અશ્વિને 3 વિકેટ ઝડપી પાડી છે. ચાર મેચની સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 1-1 બરાબરી કરી છે.

મોઈન અલીએ મારી ત્રણ સિક્સ
54 ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 160 રન છે. મોઈન અલી 39 અને સ્ટુઅર્ટ બ્રોડ 5 રન બનાવી રમી રહ્યા છે. આ પહેલા મોઇન અલીએ અક્ષર પટેલની ઓવરમાં ત્રણ સિક્સી ફટકારી હતી.

England 8 down.

— BCCI (@BCCI) February 16, 2021

અક્ષર પટેલની પાંચ વિકેટ
અક્ષર પટેલે તેની પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી પાડી છે. તેણે ઓલી સ્ટોનને આઉટ કરી પાંચ વિકેટ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડને આ નવમી વિકેટ છે. 126ના સ્કોર પર ઇંગ્લેન્ડની નવમી વિકેટ ઝડપી પાડી. ઇઁગ્લેન્ડનો સ્કોર 126/9 છે.

અક્ષરના બોલ પર ફસાયો રૂટ
ભારતીય ટીમ માટે અક્ષર પટેલે ફરી એકવાર ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટને આઉટ કરી કમાલ કર્યો છે. જો રૂટ 33 રન બનાવી આઉટ થઈ ગયો છે.

Foakes departs at the stroke of lunch.#TeamIndia need 3 wickets to win the 2nd Test.

— BCCI (@BCCI) February 16, 2021

ભારતને મેચ જીતવા માટે 3 વિકેટની જરૂરિયાત
બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 116 રન છે. બેન ફોક્સ 2 અને જો રૂટ 33 રન પર ક્રિઝ પર છે. ભારતને આ મેચ જીતવા માટે 3 વિકેટની જરૂરિયાત છે. ઇંગ્લેન્ડની સામે 482 રનનો ટાર્ગેટ છે. બીજી ઇનિંગ્સમાં અશ્વિન અને અક્ષર પટેલ અત્યાર સુધીમાં 3-3 વિકેટ ઝડપી ચુક્યા છે.

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડનો સ્કોર 110/5
બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન સાથે 110 રન છે. ઓલી પોપ (12) અને જો રૂટ 29 રન સાથે ક્રિઝ પર છે. ભારતને આ મેચ જીતવા માટે 5 વિકેટની જરૂરિયાત છે.

England 5 down.

— BCCI (@BCCI) February 16, 2021

Ben Strokes થયો આઉટ
ટીમ ઇન્ડિયા જીતની ખુબ જ નજીક છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર Ben Strokes 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.

Dan Lawrence પરત ફર્યો પેવેલિયન
મેચના ચોથા દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. Dan Lawrence અશ્વિનના બોલ પર આઉટ થયો છે.

— BCCI (@BCCI) February 16, 2021

ઇંગ્લેન્ડની બેટિંગ શરૂ
ત્રીજા દિવસની બીજી ઇંનિગ્સમાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી હતી. ચોથા દિવસની મેચ શરૂ થઈ ગઇ છે અને મહેમાન ટીમને 53 રનના સ્કોરથી મેચ આગળ શરૂ કરી છે. રૂટ અને લોરેન્સ ક્રિઝ પર છે.

જીતથી 7 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાના 482 રનના લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ વિખેરાઈ ગઈ છે. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 53 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારત ચેન્નાઈ ટેસ્ટ જીતથી 7 વિકેટ દૂર છે. આ અગાઉ રવિચંદ્રન અશ્વિનની (106) સદી અને કેપ્ટન વિરાટ કોહલીની (62) અર્ધસદીની ઇનિંગની મદદથી ભારતે તેની બીજી ઇનિંગમાં 286 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામે જીત માટે 482 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news