રાજકોટમાં પતિએ હેવાનીયતની હદ વટાવી, શરીર સુખની લાલસામાં પત્નીના ગુપ્તભાગે બચકાં ભર્યા

રાજકોટમાં (Rajkot) હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતા એક હેવાન પતિનો (Husband) ચહેરો સામે આવ્યો છે. શરીર સુખની લાલસામાં પતિ દારૂ પીને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો

રાજકોટમાં પતિએ હેવાનીયતની હદ વટાવી, શરીર સુખની લાલસામાં પત્નીના ગુપ્તભાગે બચકાં ભર્યા

રાજકોટ: રાજકોટમાં (Rajkot) હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતા એક હેવાન પતિનો (Husband) ચહેરો સામે આવ્યો છે. શરીર સુખની લાલસામાં પતિ દારૂ પીને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. પતિના અત્યાચારથી કંટાળીને પત્નીએ (Wife) આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલો સામે આવતા પોલીસે (Rajkot Police) આરોપી પતિની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના (Rajkot) કાલાવડ રોડ પાસે રહેતી એક મહિલાએ પતિના (Husband) અત્યાચારથી કંટાળીને ફિનાઈલ પીને આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમય રહેતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિના અત્યાચારથી હું કંટાળી ગઈ છું. મારો પતિ વારંવાર શરીર સુખની (Physical Relationship) લાલસામાં મને આપત્તિજનક વીડિયો બતાવતો હતો અને તે પ્રમાણે મારી સાથે હરકત કરતો હતો. જો હું ના પાડુ તો તે મારી સાથે બળજબરી કરતો અને મને માર મારતો (Beating) પણ હતો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે, મારો પતિ મને કહે છે કે, હવે તારામાં મને મજા આવતી નથી. થોડા દિવસ પહેલા મારો પતિ ખુબ જ દારુ પીને આવ્યો હતો અને શરીર સુખ માણતા સમયે તેણે મારા ગુપ્તભાગ પર બચકાં ભરી લીધા હતા. ત્યારબાદ મને ખુબજ પીડા થઈ રહી હતી. આ મામલે મે મારા પતિને જણાવ્યું હતું અને ડોક્ટર પાસે જવા કહ્યું હતું. પરંતુ મારા પતિએ સાથે આવવાની ના પાડી હતી. ત્યાર પછી મે એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું. ત્યારે મારા પતિએ મને ધમકાવી હતી અને કહ્યું હતું કે, તારે ડોક્ટરને એમ નથી કહેવાનું કે મારા પતિએ મને બચકાં ભર્યા છે. જો તે એમ કહ્યું છે તો હું તને ઘરમાં ઘુસવા નહીં દઉં.

જો કે, મહિલાએ તેના પતિની આ હરકતો વિશે તેના સાસુને જણાવ્યું હતું પરંતુ આ મામલે મહિલાને કોઈ મદદ મળી ન હતી. ત્યારે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને ત્વરિત સારવાર મળતા હાલ તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલાની ફરીયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news