આ રાજ્યમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક દિવસમાં 76 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાથી સૌથી વધુ પીડિત છે. અહીં સંક્રમિતોની સંખ્યા 41 હજારને પાર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 30,108 દર્દી સારવાર બાદ સાજા થયા છે.
Trending Photos
મુંબઈઃ દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2361 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 76 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2362 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે.
મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 70,013 પહોંચી ગઈ છે. પ્રદેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 37534 છે. અત્યાર સુધી 30108 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દી મુંબઈથી સામે આવ્યા છે.
નવા આંકડા બાદ મુંબઈમાં હવે કોરોના સંક્રમિત 41,099 થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાથી મૃત્યુઆંક 1319 છે. મુંબઈમાં 16985 સંક્રમિતો સારવાર બાદ સાજા થયા છે. મુંબઈમાં હવે 22789 એક્ટિવ દર્દી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1413 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મૃત્યુ થયા છે.
લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોની ચોમાસુ સત્ર પર ચર્ચા, 'ઈ-સંસદ ફોર્મ્યુલા' પર પણ થઈ વાત
અનલૉક-1 માટે તૈયાર મહારાષ્ટ્ર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન બાદ અલગ-અલગ રાજ્યોએ પણ પોતાના નિયમ જાહેર કર્યાં છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંથી એક છે, તેવામાં અહીં સાવચેતી સાથે છૂટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 1 જૂનથી મળી રહેલી છૂટને મિશન બિગિન અગેન નામ આપવામાં આવ્યું છે. જે હેઠળ ગ્રીન, ઓરેન્જ અને કન્ટેઈનમેન્ટ ઝોનના હિસાબે છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અલગ-અલગ ફેઝમાં ઘણા પ્રકારની છૂટ લાગૂ થશે. પ્રદેશમાં ગ્રીન ઝોનમાં ટેક્સી, ટૂ વ્હીલર, ફોર વ્હીલર, દુકાન, સામાનની સપ્લાઈ, દારૂની દુકાન, સરકારી ઓફિસ, બેન્ક, હોમ ડિલીવરી રેસ્ટોરન્ટને મંજૂરી આપવામાં આવી છે.
દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન
એઇમ્સના ડોક્ટરો અને આઈસીએમઆર શોધ સમૂહના બે સભ્યો સહિત સ્વાસ્થ્ય નિષ્ણાંતોના એક સમૂહનું કહેવું છે કે, દેશની ગીચ અને મધ્યમ વસ્તી વાળા ક્ષેત્રોમાં કોરોના વાયરસ સંક્રમણના સામુદાયિક પ્રસાર એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન (community transmission)ની પુષ્ટિ થઈ ચુકી છે. તો સરકાર વારંવાર તે કહી રહી છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર પહોંચ્યું નથી જ્યારે સોમવાર સુધી દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 5394 પર પહોંચી ગયો તો સંક્રમણના કુલ મામલા 1,90,535 થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે