Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- હું સત્તાનો લાલચુ નથી, બળવાખોર MLAs શિવસેનાને તોડવા માંગે છે'
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે જેના કારણે મહાવિકાસ આઘાડી સરકારના પાયા હલી ગયા છે.
Trending Photos
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે જેના કારણે મહાવિકાસ આઘાડી સરકારના પાયા હલી ગયા છે. એકબાજુ બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથ સતત મજબૂત બની રહ્યું છે જ્યારે બીજીબાજુ એક એક કરીને બાકીના વિધાયકો પણ ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા જોવા મળી રહ્યા છે. આમ છતાં શિવસેના પોતે મજબૂત હોવાનો દાવો કરી રહી છે. શિવસેના તરફથી 16 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગણી સાથે ડેપ્યુટી સ્પિકરને પત્ર મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ શિંદે પોતાને વિધાયક દળના નેતા ગણાવી રહ્યા છે. ગઈ કાલે શિવસેનાની થયેલી બેઠકમાં પાર્ટીના માત્ર 13 ધારાસભ્યો પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં તેમના 55 ધારાસભ્યો છે. એટલે સ્પષ્ટ થાય છે કે બાકીના સભ્યોનો શિંદેને સાથ છે.
Latest Update:
હું સત્તાનો લાલચી નથી- ઉદ્ધવ ઠાકરે
સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સેના ભવનમાં હાજર જિલ્લા નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે હું સત્તાનો લાલચુ નથી. જે લોકો કહેતા હતા કે અમે મરી જઈશું પરંતુ શિવસેના ક્યારેય છોડીશું નહીં. આજે તેઓ ભાગી ગયા. બળવાખોર ધારાસભ્યો શિવસેનાને તોડવા માંગે છે જો તેમનામાં હિંમત હોય તો તેમણે બાળાસાહેબ અને શિવસેનાનું નામ લીધા વગર લોકો વચ્ચે જવું જોઈએ.
बैठक में महाराष्ट्र CM ने कहा कि मैं सत्ता का लालची नहीं हूं। जो लोग कहते थे हम मर जाएंगे लेकिन शिवसेना को कभी नहीं छोड़ेंगे, आज भाग गए। बागी विधायक शिवसेना को तोड़ना चाहते हैं अगर उनमें हिम्मत है तो उन्हें बालासाहेब और शिवसेना का नाम लिए बिना लोगों के बीच जाना चाहिए: सूत्र
— ANI_HindiNews (@AHindinews) June 24, 2022
મંદિરમાં કર્યા દર્શન
એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ ગુવાહાટીની રેડિસન બ્લ્યૂ હોટલમાં પાછા ફર્યા.
#WATCH | Assam: Shiv Sena's Eknath Shinde returns to Radisson Blu Hotel in Guwahati after around 2.5 hours. He had reportedly visited Kamakhya Temple to offer prayers. pic.twitter.com/9yKMRNI3MT
— ANI (@ANI) June 24, 2022
અમારી પાસે બહુમત- એકનાથ શિંદે
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાસે ખુબ ઓછા વિધાયક છે જ્યારે અમારી પાસે પૂર્ણ બહુમત છે. અમે કોઈનાથી ડરવાના નથી. તેમણે કહ્યું કે લોકતંત્રમાં બહુમત સૌથી મહત્વપૂર્ણ હોય છે. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદેએ 40થી વધુ શિવસેના વિધાયકો સાથે હોવાનો દાવો કર્યો છે. જ્યારે મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સરકાર અને શિવસેનાને બચાવવાની જદ્દોજહેમત કરી રહ્યા છે. હાલ મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બેઠકોનો દોર ચાલુ છે.
એકનાથ શિંદે હોટલમાંથી બહાર નીકળ્યા
સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના નેતા એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ આવવા માટે રવાના થયા છે. એવી અટકળો છે કે તેઓ મુંબઈમાં ડેપ્યુટી સ્પીકર સાથે મુલાકાત કરી શકે છે. એકનાથ શિંદે તેજપુરથી ભાજપના સાંસદ પલ્લબ લોચન દાસ સાથે કામાખ્યા મંદિર જઈ રહ્યા છે. તેઓ પહેલા ત્યાં દર્શન કરશે અને ત્યારબાદ મુંબઈ માટે રવાના થઈ શકે છે. શિંદે ચાર્ટર ફ્લાઈટથી મુંબઈ જશે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉછલપાથલ વચ્ચે એકનાથ શિંદેની ગુવાહાટીમાં બેઠકની વધુ તસવીર આવી સામે... #MaharashtraPoliticalCrisis #EknathShinde #ZEE24Kalak pic.twitter.com/m5etL4860w
— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2022
બળવાખોર ધારાસભ્યોની હોટલની અંદરની તસવીરો સામે આવી
શિવસેનામાં બળવો પોકારીને ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે તેની અંદરની તસવીરો સામે આવી છે. એક પછી એક વિધાયક એકનાથ શિંદે પાસે જઈ રહ્યા છે. એમએલએ દિલિપ લંડે પણ ગુવાહાટી પહોંચી ગયા છે.
#Assam | #Maharashtra #ShivSena MLA Dilip Lande joins other rebel MLAs at Guwahati hotel#MaharashtraPoliticalCrisis #Maharastrapolitics pic.twitter.com/hLZjAfzVKX
— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2022
16 MLA ને અયોગ્ય ઠેરવવાની તૈયારી
શિવસેના દ્વારા 16 બળવાખોર વિધાયકોને અયોગ્ય ઠેરવવા માટેની તૈયારીઓ થઈ રહી છે. આ માટેની વિધાયકોના નામની એક યાદી તૈયાર કરાઈ છે.
અસમના સીએમ સાથે ચા પર ચર્ચા
એકનાથ શિંદે અસમના મુખ્યમંત્રી સાથે ચા પીશે. હાલ ગુવાહાટીમાં હાજર વિધાયકોને ક્યાંય જવાની સૂચના નથી અપાઈ. બળવાખોર ધારાસભ્યો હાલ હોટલમાં જ રહેશે. એકનાથ શિંદે વિશે પણ એવું સ્પષ્ટ નથી કે તેઓ કયા શહેર જશે.
ગુવાહાટીમાં શિંદે જૂથની બેઠક
અસમના ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર વિધાયક એકનાથ શિંદે જૂથની મહત્વની બેઠક હાલ ચાલુ છે. જેમાં શિવસેનાના 42 સહિત કુલ 50 જેટલા વિધાયકો હાજર હોવાનું કહેવાય છે.
ઉદ્ધવ સરકારને ઝટકો
ઉદ્ધવ સરકારને ઉપરાઉપરી ઝટકા મળી રહ્યા છે. દિલીપ લાંડે નામના વિધાયક પણ સાથ છોડ્યો અને સુરત પહોંચી ગયા છે. હાલ તેઓ લી મેરિડિયન હોટલમાં છે. અન્ય 6 વિધાયક પણ સુરત પહોંચે તેવી શક્યતા છે. આમ એક પછી એક સાથીઓ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે.
સંજય રાઉતે ભાજપ પર સાધ્યું નિશાન
મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાંધ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે શરદ પવાર વિશે આવી ભાષા સ્વીકાર નહીં કરીએ.
महाविकास आघाडीचे सरकार वाचवण्याचा प्रयत्न केला तर शरद पवार यांना घरी जाऊ देणार नाही .रस्त्यात अडवू.अशी धमकी भाजपचा एक केंद्रीय मंत्री देतो.ही भाजपची अधिकृत भूमिका असेल तर तसे जाहीर करा. सरकार टिकेल किंवा जाईल..पण शरद पवार यांच्या बाबत अशी भाषा महाराष्ट्राला मान्य नाहीं@PMOIndia pic.twitter.com/YU1Pc39vCb
— Sanjay Raut (@rautsanjay61) June 24, 2022
શિવસેનાના કોર્પોરેટરો પણ શિંદે સાથે જવા તૈયાર
વિધાયકો અને સાંસદો બાદ હવે શિવસેનાના કોર્પોરેટરો પણ એકનાથ શિંદે તરફ જોવા મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ થાણા મહાનગર પાલિકાના 60 શિવસેના કોરપોરેટરો શિંદે સાથે જવા માટે તૈયાર છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા બે દિવસથી શિવસેના નેતાઓએ પાર્ષદો અને જિલ્લા પદાધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી છે. પરંતુ મોટાભાગના કોર્પોરેટરોએ પોતાના ફોન બંધ રાખ્યા છે. લગભગ 30 વર્ષથી થાણા નગરપાલિકા પર શિવસેનાનો કબજો રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ બોલાવી બેઠક
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં રાજ્યના તમામ જિલ્લા સંપર્ક પ્રમુખો અને શિવસેનાના જિલ્લાધ્યક્ષોની મહત્વની બેઠક આજે બપોરે 12 વાગે શિવસેના ભવનમાં થશે.
8 વધુ વિધાયકો ગુવાહાટી જશે
મુંબઈથી આજે સવારે આવેલા મોટા અપડેટ મુજબ શિવસેના નેતા એકનાથ શિંદેના સમર્થનમાં વધુ 8 વિધાયકો જોડાવવા જઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે તેમાંથી 3 વિધાયક શિવસેનાના છે અને 5 અપક્ષ છે. જેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકારને પોતાનું સમર્થન આપ્યું હતું.
વાયા સુરત જશે ગુવાહાટી
આ તમામ વિધાયકો શિવસેનાના અન્ય વિધાયકોની જેમ વાયા સુરત એટલે કે ગુજરાત થઈને ગુવાહાટીની ફ્લાઈટ પકડશે. એટલે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર માટે રાજકીય સંકટ વધુ ઊંડુ થયું છે. વાત જાણે એમ છે કે એકનાથ શિંદેએ વીડિયો અને તસવીરો બહાર પાડીને દાવો કર્યો કે તેમની પાસે 41 વિધાયકોનું સમર્થન છે.
જો કે ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે ગુરુવારે ગુવાહાટીમાં કેટલાક વધુ વિધાયકો પહોંચવાની સાથે રેડિસન બ્લ્યૂ હોટલમાં અસંતુષ્ટ વિધાયકોની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે. જેમાં અપક્ષ અને અન્ય પણ સામેલ છે.
ડેપ્યુટી સ્પીકરને મોકલ્યો પત્ર
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કરી લીધા. મોડી રાત સુધી બેઠક યોજી જેમાં તેમણે એકનાથ શિંદેને નેતા બનાવ્યા. બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એક પત્ર પણ લખ્યો જેમાં કહેવાયું કે એકનાથ શિંદે સદનમાં તેમના નેતા રહેશે. આ અગાઉ એક દિવસ પહેલા નરહરિ જિરવાલે કહ્યું હતું કે તેમણે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની જગ્યાએ અજય ચૌધરીને સદનમાં શિવસેનાના વિધાયક દળના નેતા નિયુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે. શિંદેએ ગુરુવારે સાંજે જે પત્ર મોકલ્યો તેમાં 37 વિધાયકોના હસ્તાક્ષર હતા.
Maharashtra Political Crisis: શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે