Maharashtra NCP Crisis: રાજકીય 'ચાણક્ય' શરદ પવારની ઉદ્ધવથી ખરાબ હાલત, અજિત પવારે NCP કબજે કરી
Supriya Sule: NCP કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ શરદ પવારને પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે 2 જુલાઈ 2023ના રોજ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલે પક્ષના બંધારણ અને નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
Trending Photos
Maharashtra NCP Crisis: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે બળવાખોરો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. શરદ પવારે અજિત પવાર સાથે ગયેલા પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
બળવા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને કબજે કરવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. સોમવારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. પવારના નિર્ણય બાદ સાંસદ પ્રફુલ પટેલે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે હકાલપટ્ટી કરાયેલા સુનીલ તટકરેને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
Upcoming Car: આ વર્ષના અંત સુધી લોન્ચ થશે Swift, 35kmpl થશે માઇલેજ!
Traffic Law: ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે નથી દંડ ફટકારવાનો અધિકાર, જાણી લો શું છે નિયમો
ગદરને ટક્કર માટે તેવી પાકિસ્તાની મહિલાની પ્રેમકહાની, 3 દેશોની સરહદ પાર ભારત પહોંચી
પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે NCPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ હોવાના કારણે તેમણે આ નિમણૂંકો કરી છે. તેમણે શરદ પવારના સમર્થક જયંત પાટીલને પદ પરથી હટાવવાની જાહેરાત કરી હતી. અનિલ પાટીલને NCP વિધાનસભાના મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે સ્પીકરને આ ફેરફાર અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
પ્રફુલ્લ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે આવનારા સમયમાં ઘણા ફેરફારો થશે. પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે સ્પષ્ટ કર્યું કે તેમણે આ નિર્ણય મહારાષ્ટ્રના વિકાસ માટે લીધો છે. તેમણે કહ્યું કે હવે સુનીલ તટકરે ભવિષ્યમાં સંગઠનમાં નિમણૂંક કરશે. ડેપ્યુટી સીએમએ દાવો કર્યો કે હવે શરદ પવારને નિર્ણય લેવાનો અધિકાર નથી કારણ કે તેમની પાસે વિધાનસભા અને સંગઠનમાં બહુમતી છે.
Modi Goverment એ લોકોને આપી મોટી રાહત, ઘટી ગયા Smartphone-TV ના ભાવ, જાણો નવા ભાવ
ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી આવી તેજી, આજે વધીને થઇ ગયો 10 ગ્રામનો આટલો ભાવ
NCPએ શું પગલાં લીધાં છે
વાસ્તવમાં, NCPએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે પાર્ટીના ધારાસભ્યો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે જે વર્તમાન મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં જોડાશે અને નાયબ મુખ્યમંત્રી અને મંત્રી તરીકે શપથ લેશે. એક પત્રમાં, NCPએ કહ્યું છે કે પક્ષની નીતિ વિરુદ્ધ ધારાસભ્યોના વર્તનને કારણે, પક્ષના બંધારણના ભાગ 10 મુજબ ધારાસભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પત્ર NCP પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના હસ્તાક્ષર હેઠળ જારી કરવામાં આવ્યો છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે NCP એ અજિત પવાર સાથે ગયેલા ધારાસભ્યો અને નેતાઓને પહેલો કાનૂની ફટકો આપ્યો છે.
Traffic Law: ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે નથી દંડ ફટકારવાનો અધિકાર, જાણી લો શું છે નિયમો
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
ચમત્કારિક છે લવિંગના આ ટોટકા, મોટી-મોટી સમસ્યાઓ કરી દેશે દૂર, ધનના કરશે ઢગલા
શરદ પવારને સુપ્રિયા સુલેનો પત્ર, તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરો
NCP કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ શરદ પવારને પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે 2 જુલાઈ 2023ના રોજ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલે પક્ષના બંધારણ અને નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પક્ષ પ્રમુખ શરદ પવારને સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ સામે તાત્કાલિક પગલાં લેવા અને બંધારણની 10મી અનુસૂચિ હેઠળ ગેરલાયકાતની અરજી દાખલ કરવા વિનંતી કરવામાં આવી છે.
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે