સંજય રાઉતનો BJP પર આરોપ; પવારને ધમકી આપવામાં આવી, આવી ભાષા અમને મંજૂર નથી

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.

સંજય રાઉતનો BJP પર આરોપ; પવારને ધમકી આપવામાં આવી, આવી ભાષા અમને મંજૂર નથી

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. શિવસેાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવારને ધમકી આપવામાં આવી છે. જે ભાષાનો ઉપયોગ કરાયો છે તે અમને મંજૂર નથી. 

સંજય રાઉતનું નિવેદન
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જો મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાની કોશિશ કરવામાં આવી તો શરદ પવારને ઘરે જવા દેવામાં નહીં આવે. રાઉતે વધુમાં કહ્યું કે એમવીએ સરકાર બચશે કે નહીં, શરદ પવાર વિશે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. 

— Sanjay Raut (@rautsanjay61) June 24, 2022

સંજય રાઉતે વધુમાં કહ્યું કે એક કેન્દ્રીય મંત્રી દ્વારા શરદ પવારને જે ધમકીઓ આપવામાં આવી રહી છે શું આવી ધમકીઓને મોદીજી અને અમિત શાહનું સમર્થન છે? અમે (બળવાખોર) વિધાયકોને અયોગ્ય ઠેરવવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ. 

— ANI (@ANI) June 24, 2022

ભાજપે કર્યો પલટવાર
સંજય રાઉતના આવા ગંભીર આક્ષેપો પર ભાજપે પણ પલટવાર કર્યો. ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી રાવસાહેબ પાટિલ દાનવેએ કહ્યું કે કોઈ પણ કેન્દ્રીય મંત્રી ધમકી આપી રહ્યા નથી. ભાજપ સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરતું નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપ હાલ માત્ર વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news