Sharad Pawar Resigns: સુપ્રીયા સુલેની ભવિષ્યવાણી સાચી ઠરી! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડ્યું, હવે બીજો કયો ઝટકો?

Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે મંગળવારે પોતાના નિર્ણયથી દરેકને ચોંકાવી દીધા. તેમણે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે. શરદ પવારનું રાજીનામું મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ લાવનારો ગણવામાં આવી રહ્યો છે. તેમની પુત્રી સુપ્રીયા સુલેએ હાલમાં જ આગામી 15 દિવસમાં બે 'રાજકીય ભૂકંપ' આવવાનાં સંકેત આપ્યા હતા.

Sharad Pawar Resigns: સુપ્રીયા સુલેની ભવિષ્યવાણી સાચી ઠરી! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડ્યું, હવે બીજો કયો ઝટકો?

Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે મંગળવારે પોતાના નિર્ણયથી દરેકને ચોંકાવી દીધા. તેમણે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે. પવારે મુંબઈમાં કાર્યકરો વચ્ચે આ જાહેરાત કરી. જો કે એનસીપી કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી રહ્યા છે. તેઓ તેમના સમર્થનમાં નારાબાજી કરી રહ્યા છે. 

સુપ્રીયાની ભવિષ્યવાણી
શરદ પવારનું રાજીનામું મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ લાવનારો ગણવામાં આવી રહ્યો છે. તેમની પુત્રી સુપ્રીયા સુલેએ હાલમાં જ આગામી 15 દિવસમાં બે 'રાજકીય ભૂકંપ' આવવાનાં સંકેત આપ્યા હતા. સુલેએ કહ્યું હતું કે 'બે રાજકીય ભૂકંપ આવશે'. એક નવી દિલ્હીમાં અને બીજો મહારાષ્ટ્રમાં. હવે એ માનવામાં આવી રહ્યું છે કે સુલેની એક ભવિષ્યવાણી તો સાચી પડી ગઈ જે મહારાષ્ટ્રમાં જોવા મળી. હવે જોવાનું એ રહેશે કે બીજો ભૂકંપ ક્યારે આવશે. 

શરદ પવારનું આ રાજીનામું એક એવા અવસરે આવ્યું છે કે જ્યારે તેમના ભત્રીજા અજીત પવારને લઈને એવી અટકળો છે કે તે ભાજપ સાથે હાથ મિલાવીને એક નવો 'રાજકીય ભૂકંપ' લાવશે. જો કે પવારે આ અટકળોને ફગાવી દીધી હતી. શરદ પવારે કહ્યું હતું કે અજીત પવારના નિવેદનમાં કોઈ સચ્ચાઈ નથી. તેમણે આજે વિધાયકોની કોઈ બેઠક બોલાવી નથી. અમે બધા એનસીપીને મજબૂત કરવા માટે એકજૂથ થઈને કામ કરી રહ્યા છીએ. 

શરદ પવારે શું કહ્યું?
શરદ પવારે મંગળવારે પોતાની આત્મકથા 'લોક મઝે સંગાઈ- રાજનીતિક આત્મકથા' ના વિમોચન દરમિયાન પોતાની સેવાનિવૃત્તિની જાહેરાત કરી. પત્ની પ્રતિભા સાથે 82 વર્ષના પવારે કહ્યું કે મને ખબર છે કે ક્યારે અટકવાનું છે. મે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિ બનાવી છે જે આગામી અધ્યક્ષ વિશે નિર્ણય લેશે. 

જો કે તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ છેલ્લા 55 વર્ષની જેમ સામાજિક-રાજનીતિના માધ્યમથી જાહેર જીવનમાં સક્રિય રહેશે. તેમની જાહેરાતને ઝટકા સાથે સ્વાગત કરાયું. અનેક લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા પણ લાગ્યા અને તેમના સમર્થનમાં અનેક પાર્ટી કાર્યકર્તાઓએ પવારને પોતાનો નિર્ણય પાછો લેવાની અપીલ કરી કારણ કે દેશને તેમની જરૂર છે. 

હવે કોણ સંભાળશે કમાન
શરદ પવારના પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે પાર્ટીનું અધ્યક્ષ પદ કોણ સંભાળશે. શું અજીત પવારને ખુરશી મળશે કે પછી સુપ્રીયા સુલે પિતાનો રાજકીય વારસો સંભાળશે. શરદ પવારનું મહારાષ્ટ્રના રાજકારણમાં વિશાળ કદ રહ્યું છે. તેમને રિપ્લેસ કરવા એ કોઈ પણ નેતા માટે એટલું સરળ નથી. તેમણ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું ફક્ત અધ્યક્ષ પદેથી હટી રહ્યો છું. સાથે કામ કરતો રહીશ અને રાજકારણમાં પણ રહીશ. જ્યારે શરદ પવારના નિર્ણય અંગે અજિત પવારે કહ્યું કે આ પ્રકારે રાજીનામું આપવું યોગ્ય નથી. તેને લઈને સમિતિની બેઠક કરાશે અને પછી નિર્ણય લેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news