પોતાની પ્રથમ અધિકારીક વિદેશયાત્રાએ ભારત પહોંચ્યા માલદીવના રાષ્ટ્રપતિ સોલિહ
માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ રવિવારે પોતાની ત્રણ દિવસીય યાત્રા માટે દિલ્હી આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે અને બંન્ને દેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા અંગે ચર્ચા કરશે. નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ઇબ્રાહિમ સોલિહને ભારત પ્રત્યે સકારાત્મક વલણનાં કારણે જાણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સોલિહે શક્તિશાળી નેતા અબ્દુલ્લા યામીનને પરાજીત કર્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ રવિવારે પોતાની ત્રણ દિવસીય યાત્રા માટે દિલ્હી આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે અને બંન્ને દેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા અંગે ચર્ચા કરશે. નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ઇબ્રાહિમ સોલિહને ભારત પ્રત્યે સકારાત્મક વલણનાં કારણે જાણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સોલિહે શક્તિશાળી નેતા અબ્દુલ્લા યામીનને પરાજીત કર્યા હતા.
પદ સંભાળ્યા બાદ સોલિહની આ પહેલી વિદેશ યાત્રા છે. ભારત સાથે માલદીવની નવી સરાકારના સંબંધોનો અંદાજ તેના પરથી જ આવી જાય કે પદ સંભાળ્યા બાદ સોલિહ પ્રથમ વાર વિદેશયાત્રા પર છે. જે ભારતની યાત્રા છે. રવિવારે કેન્દ્રીય મંત્રી, હરદીપ સિંહ બુરીએ સોલિહની આગેવાની કરી હતી. ભારત સરકારનાં અતિથિ તરીકે તેમને રાષ્ટ્રપતિ આવાસમાં રોકવામાં આવ્યા છે.
રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સોલિહે ભારતને માલદીવનાં સૌથી નજીકનાં અને મહત્વપુર્ણ મિત્ર ઉપરાંત વ્યાપારિક ભાગીદાર તરીકે ઉલ્લેખ કર્યો હતો. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, સોલિહની આ યાત્રા દરમિયાન બંન્ને દેશો વચ્ચે સરળ વિઝા નિયમો મુદ્દે સંમતી સધાઇ શકે છે.
વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, સહયોગ અને મિત્રતા થઇ રહી છે. રાજ્યમંત્રી હરદીપસિંહ પુરેએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. પદ સંભાળ્યાનાં થોડા મહિનાઓ બાદ તેમણે પોતાની પ્રથમ વિદેશ યાત્રામાટે ભારતને પસંદ કર્યું છે.
ઔપચારિક રિસેપ્શન બાદ સોલિહ સોમવારે (આજે)વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડૂ સાથે મળવાનો પણ સોલિહનો કાર્યક્રમ છે. ત્યાર બાદ મંગળવારે તેઓ પરત જતા પહેલા તાજમહેલ જોવા માટે પણ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે