મણિશંકર અય્યરે ફરીથી કુતરા વાળી કોમેન્ટ યાદ કરી PM પર સાધ્યું નિશાન

હવે મણિશંકર અય્યરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2002ના તોફાનો મુદ્દે આપેલા નિવેદનને યાદ કર્યા છે

મણિશંકર અય્યરે ફરીથી કુતરા વાળી કોમેન્ટ યાદ કરી PM પર સાધ્યું નિશાન

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. ઘણીવાર ભાજપ અને વડાપ્રધાન મોદી મુદ્દે તીખું નિવેદન વાળા મણિશંકર અય્યરે આ નિવેદન અંગે પણ હોબાળો થાય તે નિશ્ચિત છે. તે અગાઉ તેમણે ગુજરાત ચૂંટણી સમયે પણ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તેમના શબ્દોનો જ પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. જેનાં કારણે કોંગ્રેસને ઘણુ ભોગવવાનું આવ્યું હતું. 

હવે મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદીના 2002ના ગુજરાત તોફાનો મુદ્દે અપાયેલા નિવેદનને યાદ કર્યું છે. મણિશંકર ઐય્યરે કહ્યું કે મે વિચાર્યું હતું કે, 2014થી ક સીએમ જે મુસલમાનોને પીલ્લા સમજે છે તેઓ વડાપ્રધાન બશે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમને તે ઘટનાનું દુખ છે તો તેમણે કહ્યું હતું કે એક પિલ્લો પણ ગાડીની નીચે આવ્યા તો હૃદયમાં આધાત લાગે છે. 

— ANI (@ANI) August 11, 2018

મે વિચાર્યું કે જે દિવસે વ્યક્તિએ એવું કહ્યું, જે તોફાનોનાં 24 દિવસ સુધી મુસ્લિમોના કેંપમાં નહોતા ગયા. અમદાવાદ મસ્જિદ તે દિવસે પહોંચ્યા જ્યારે વડાપ્રધાન મોદી વાજપેયી આવ્યા. તે દિવસે જવું મજબુરી હતી. મે વિચાર્યું જ નહોતું કે એવા વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે. 

આ પહેલીવાર છે જ્યારે મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. ગુજરાત ચૂંટણી સમયે તેમણે ટીપ્પણી કર્યા બાદ તેમની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. 2014ની ચૂંટણી પહેલા પણ તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે વડાપ્રધાન બની શકે છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચા વેચી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news