રાજસ્થાનમાં મણિપુર જેવી શરમજનક હરકત! સાસરિયાવાળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવી

Pratapgarh Crime News: પ્રતાપગઢમાં મણિપુર જેવી જઘન્ય ઘટના જોવા મળી છે. અહીં એક મહિલાને તેના સાસરિયાઓએ નિર્વસ્ત્ર કરીને ફેરવી છે. 

રાજસ્થાનમાં મણિપુર જેવી શરમજનક હરકત! સાસરિયાવાળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવી

Woman Paraded In Pratapgarh: રાજસ્થાનથી માનવતાના શર્મસાર કરતી એક એવી તસવીર સામે આવી છે કે જેના વિશે જાણીને આપણા બધાનું મસ્તિક શરમથી ઝૂકી જશે. એક ગર્ભવતી મહિલાના સાસરીયાઓએ તેને નિર્વસ્ત્ર કરીને ફેરવી. રાજસ્થાનના પ્રતાપગઢથી આવેલો માનવતાને શર્મસાર કરતો વીડિયો મણિપુરની યાદ અપાવી રહ્યો છે. ધરિયાવદ પોલીસ મથક હદના પહાડા ગામમાં એક મહિલાને નિર્વસ્ત્ર કરીને દોડાવવામાં આવી. એવું કહેવાય છે કે પીડિતાના વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. મહિલાને ઘરથી થોડે દૂર બીજા મોહલ્લામાં રહેતો યુવક તેની સાથે પોતાના ઘરે લઈ ગયો હતો. યુવક સાથે જવાની આ ભૂલ મહિલાને ભારે પડી ગઈ. 

મહિલાને એક કિલોમીટર સુધી દોડાવી
પત્નીના બીજા મહોલ્લામાં જવાની જાણ થતા જ મહિલાનો પતિ, સાસરિયાવાળા અને આજુબાજુના લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ લોકોએ મહિલા સાથે પહેલા તો મારપીટ કરી અને ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરીને લગભગ એક કિલોમીટર દૂર ગામ બહાર નદી સુધી દોડાવી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ગહેલોત સરકાર અને રાજસ્થાન પોલીસ ઊંઘમાંથી સફાળી જાગી. 

સીએમ ગેહલોતે કાર્યવાહીનો ભરોસો અપાવ્યો
સીએમ અશોક ગેહલોતે દોષિતો પર કડક કાર્યવાહીનો ભરોસો વ્યક્ત કર્યો છે.  પોલીસે આ સમગ્ર ઘટનામાં જલદી ન્યાય અપાવવાની વાત કરી છે. ભાજપે આ સમગ્ર મામલે રાજસ્થાન સરકાર પર મોટો સવાલ ખડો કર્યો છે. 

पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं।

सभ्य समाज में इस…

— Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023

એડીજી ક્રાઈમને આદેશ
સીએમ અશોકે કહ્યું કે પ્રતાપગઢ જિલ્લામાં પીયર અને સાસરિયા પક્ષના આપસી કૌટુંબિક વિવાદમાં સાસરિયાવાળાનો એક મહિલાને નિર્વસ્ત્ર કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. પોલીસ મહાનિદેશકને એડીજી ક્રાઈમને ઘટનાસ્થળે મોકલવા અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. સભ્ય સમાજમાં આ પ્રકારના અપરાધીઓને કોઈ જગ્યા નથી. આ અપરાધીઓને જેમ બને તેમ જલદી સળિયા પાછળ નાખીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સજા આપવામાં આવશે. 

આ મામલે ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે આ ઘટના ખુબ જ બર્બરતાપૂર્ણ છે. આ ઘટના વિશે સ્થાનિક પોલીસને સાંજે ખબર પડી. ઘટનાની ખબર પડતા જ પોલીસ ટીમે તરત ઘટનાસ્થળે પહોંચીને તેની જાણકારી લીધી અને કાનૂની કાર્યવાહી શરૂ કરી. ઘટનામાં સાસલિયા પક્ષના જે પણ લોકો સામેલ છે તેમની ઓળખ કરાઈ છે અને અમારી ટીમ સતત રેડ પાડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news