Manipur: મહિલાઓને નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, આરોપીનું ઘર ફૂંકી માર્યું

કાંગપોકપી જિલ્લાના એક ગામમાં આ ઘટના 3 મેના રોજ જાતીય હિંસા ભડક્યાના એક દિવસ બાદ ઘટી. જો કે તેના ફૂટેજ બુધવારે સામે આવ્યા અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. સરકારના આદેશ બાદ તેને સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાયા છે. આ ઘટના 4 મેના રોજ ઘટી હતી. ફરિયાદ 18મી મેના રોજ નોંધાઈ હતી. જેને 21 જૂને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાઈ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તે આક્રોશ જોવા મળ્યો ગુરુવારે પહેલી ધરપકડ થઈ.

Manipur: મહિલાઓને નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, આરોપીનું ઘર ફૂંકી માર્યું

Manipur Viral Video: મણિપુરમાં ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ હંગામો મચ્યો છે. વીડિયો સામે આવ્યાના બે દિવસ બાદ મુખ્ય આરોપીના ઘરને શુક્રવારે ભીડે બાળી મૂક્યું. વાયરલ વીડિયોમાં મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં મહિલાઓને ભીડ દ્વારા નગ્ન અવસ્થામાં ફેરવતા જોવા મળી રહ્યા છે. આરોપ છે કે મહિલાઓ પર દુષ્કર્મ પણ કરાયું. 

કાંગપોકપી જિલ્લાના એક ગામમાં આ ઘટના 3 મેના રોજ જાતીય હિંસા ભડક્યાના એક દિવસ બાદ ઘટી. જો કે તેના ફૂટેજ બુધવારે સામે આવ્યા અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. સરકારના આદેશ બાદ તેને સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાયા છે. આ ઘટના 4 મેના રોજ ઘટી હતી. ફરિયાદ 18મી મેના રોજ નોંધાઈ હતી. જેને 21 જૂને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાઈ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તે આક્રોશ જોવા મળ્યો ગુરુવારે પહેલી ધરપકડ થઈ. આ કેસે મણિપુર સરકાર અને પોલીસ પણ અનેક સવાલ ઊભા કર્યા છે. 77 દિવસ સુધી આ ઘટના પર પડદો પાડવાનો પ્રયત્ન થયો. પહેલી ફરિયાદ 18મી મેના રોજ કાંગપોકપી જિલ્લાના સૈકુલ પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ફરિયાદ વિસ્તૃત હતી. આ કેસને નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં પોલીસને એક મહિનો અને 3 દિવસ લાગ્યા. 21 જૂને કેસ નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન પાસે આવ્યો. એવું લાગે છે કે એફઆઈઆરમાં વિલંબની વાત સ્વીકારવામાં આવી. એફઆઈઆરમાં ગ્રામ પ્રધાનના હવાલે જણવવામાં આવ્યું છે કે ભીડે લૂટફાટ અને અન્ય ઘટનાઓને અંજામ આપ્યો. 

પીડિતાએ સુનાવી આપવીતિ
આ ઘટનાની એક પીડિતા સામે આવી છે. 42 વર્ષની ઉંમરમાં પોતાના જીવનની સૌથી ખૌફનાક પળ ગુજારનારી પીડિતા હજુ સુધી  ટ્રોમામાં છે. હાલ ચુરાચંદપુરના રેફ્યૂજી કેમ્પમાં રહેતી પીડિતાએ પોતાની સાથે ઘટેલી તે દર્દનાક પળોની ધ્રુજાવી દેતી હોરર સ્ટોરી મીડિયા સાથે શેર કરી છે. તેણે જણાવ્યું કે ભીડે કેવી રીતે તેની અને અન્ય પીડિતા સાથે અત્યાચાર કર્યો અને કેવી રીતે સુરક્ષાના વચનો આપતી પોલીસે મોઢું ફેરવી લીધુ હતું. પીડિતા સાથે ઘટેલી પળોને જાણીને કદાચ તમે પણ અંદર સુધી હચમચી જશો. 

પીડિતાએ જણાવ્યું કે તેના ગામ પર 3જી મેના રોજ મૈતેઈ સમુદાયના કેટલાક લોકોએ હુમલો કર્યો. તે દિવસે મણિપુરમાં મૈતેઈ સમુદાયને ST દરજ્જો આપવા માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ATSUM એ ઠેર ઠેર રેલી કાઢી હતી અને ત્યારબાદ જાતીય હિંસા ભડકી હતી. પીડિતાના જણાવ્યાં મુજબ મૈતેઈ લોકોએ પહેલા પાડોશના ગામ પર હુમલો કર્યો અને ઘર બાળી મૂક્યા. તેની જાણકારી મળતા તેઓ તેમના પાડોશીઓ સાથે જંગલમાં ભાગીને છૂપાઈ. બીજા દિવસે તેણે તેના 4 બાળકોને એક નાગા ગામમાં બનેલા શેલ્ટરમાં મોકલી દીધા. જે કાંગપોકપી જિલ્લામાં તેમના ગામથી વધુ દૂર નહતા. ત્યારબાદ તે તેના પતિ અને આઠ લોકો સાથે જંગલમાં છૂપાઈ ગઈ. પરંતુ મૈતેઈ ભીડે તેમને દબોચી લીધા. 

પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે તેને અને વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી અન્ય એક મહિલાને બાકી લોકોથી અલગ કરી દીધા. ત્યારબાદ તેમણે અન્ય પીડિતાના ભાઈ અને પિતાની સાથે મેઈન રોડ પર લાવવામાં આવ્યા. પીડિતાએ કહ્યું કે ભીડે અમારું બધુ બાળી મૂક્યું અને અમને મેઈન રોડ પર ઢસડીને લઈ ગયા. તેમણે અમને મુક્કા માર્યા. કિક મારી અને બાહોમાં દબોચી લીધી. એક માણસે અમારા ઉપરના તમામ કપડાં ફાડી નાખ્યા અને અમારા સ્તન પકડી લીધા. 

પીડિતાએ જણાવ્યું કે બીજી યુવતી  અને તેના નાના ભાઈએ મેઈન રોડ પર ઊભેલી પોલીસ જીપમાં ઘૂસીને બચવાની કોશિશ કરી પરંતુ ભીડે તેમને ત્યાંથી પણ ખેચી લીધા. જીપમાં બે પોલીસકર્મી અને એક ડ્રાઈવર હતા. પરંતુ તેમણે આ ઘટનાથી મોઢું ફેરવી લીધુ. પોલીસકર્મીોએ ભીડને 'ફ્રી હેન્ડ' આપી દીધો.

પીડિતાએ કહ્યું કે પોલીસકર્મીઓએ ફ્રી હેન્ડ આપ્યા બાદ મૈતેઈ ભીડ વધુ ઉગ્ર બની અને તેમણે બીજી પીડિતાના પિતા અને  ભાઈને ગુસ્સામાં મારવાનું શરૂ કરી દીધુ. તેમને એટલા માર્યા કે તેમના મોત થઈ ગયા. ત્યારબાદ તેમના મૃતદેહોને નાળામાં ફેંકી દીધા. 

પીડિતાએ જણાવ્યું કે હત્યા કર્યા બાદ ભીડમાં સામેલ યુવકોએ અમને બંનેને સંપૂર્ણ નગ્ન થવા પર મજબૂર કર્યા. અમે કપડાં ઉતારવાનો વિરોધ કર્યો તો કહેવાયું કે જો નહીં ઉતારો તો તમને જાનથી મારી નાખીશું. ત્યારબાદ લોકો અમને ધકેલતા અને ઢસડતા રસ્તા કિનારે ધાનના ખેતરમાં લઈ ગયા. આ દરમિયાન આ આખી ઘટના ભીડમાં રહેલા લોકો મોબાઈલમાં કેદ કરતા રહ્યા. જે હવે વાયરલ થઈ છે. અમે પોતાને બચાવવા માટે જે પણ કરી શકતા હતા તે કર્યું. મે તેમની પાસે  ભીખ માંગી. તેમણે કહ્યું કે હું એક મા છું પરંતુ કોઈને દયા ન આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news