ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે રેડ અને ક્યાં છે ઓરેન્જ એલર્ટ
All India Rain Forecast: મુંબઈ અને થાણામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં પણ વરસાદ કહેર મચાવી રહ્યો છે. મુંબઈ-ગોવા હાઈવે ઉપર પણ વરસાદે રૌદ્ર રૂપ દર્શાવ્યું છે. મહાડ વિસ્તારમાં બનેલા રસ્તાનો એક ભાગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો. ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos
All India Rain Forecast: મુંબઈ અને થાણામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં પણ વરસાદ કહેર મચાવી રહ્યો છે. મુંબઈ-ગોવા હાઈવે ઉપર પણ વરસાદે રૌદ્ર રૂપ દર્શાવ્યું છે. મહાડ વિસ્તારમાં બનેલા રસ્તાનો એક ભાગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો. ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં આગાહી
21 અને 22 જુલાઈ એ દક્ષિણ ગુજરાત માં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ આજે રાજ્યમાં વરસાદને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને ડાંગમાં આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ,તાપી વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને, અરવલ્લીમાં આજે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડની વાત કરીએ તો રાજ્યના હવામાન ખાતાએ આજે 21 જુલાઈના રોજ સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર મુજબ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને દહેરાદૂનમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના પગલે વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની અને રસ્તાઓ-રાજમાર્ગો અવરોધાવાની પણ શક્યતા છે.
મધ્ય પ્રદેશમાં કેવું રહેશે મૌસમ
મધ્ય પ્રદેશમાં આજથી ચોમાસાની ગતિવિધિઓ વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ભોપાલ, નર્મદાપુરમ, જબલપુર, ઈન્દોર, ઉજ્જૈન, સંભાગમાં વરસાદનો દૌર ચાલુ રહેશે. વરસાદના સ્તરમાં વધારો થશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
પહાડી વિસ્તારોમાં સતત વરસાદ બાદ દેશના અનેક પ્રદેશોમાં પૂરનો પ્રકોપ ચાલુ છે. વારાણસીમાં ગંગા પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે. ગંગા કિનારે 84 ઘાટોનો આપસી સંપર્ક તૂટી ચૂક્યો છે. ઘાટ કિનારેના લગભગ તમામ મંદિરો ગંગાના પાણીમાં ડૂબી ચૂક્યા છે. જ્યારે દશાશ્વમેઘ ઘાટની વિશ્વ પ્રસિદ્ધ આરતીનું સ્થાન પણ બદલવામાં આવ્યું છે. ગંગાનું જળસ્તર હાલ 3 સેન્ટીમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધી રહ્યું છે.
હાલ કાશિમાં ગંગાનું જળસ્તર 63.69 મીટર છે. કેન્દ્રીય જળ આયોગનું માનીએ તો પહાડી વિસ્તારોનું પાણી અને યમુનાના પાણી વધવાથી ગંગાનું જળસ્તર વધ્યું છે. ગંગાનું જળસ્તર જો આ રીતે જ વધતું રહ્યું તો થોડા દિવસોમાં બોટ ફેરવવા પર રોક લાગી શકે છે. જેને લઈને નાવિકો ખુબ ચિંતિત છે. તેમને પોતાની રોજીરોટીની ચિંતા સતાવી રહી છે.
પંજાબ હરિયાણામાં પણ ભારે વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સીની વાત કરીએ તો આગામી 24 કલાકમાં કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં હળવો વરસાદ પડી શકે છે. ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ, પૂર્વોત્તર ભારત અને લક્ષદ્વિપમાં પણ વરસાદના એંધાણ છે. ઉત્તર પંજાબ, ઉત્તર-પશ્ચિમ યુપી, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક હિસ્સા, સૌરાષ્ટ્ર, કચ્છ, આંતરિક કર્ણાટક, કેરળ, ઓડિશા અને છત્તીસગઢ તથા આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, કર્ણાટકના કાંઠા વિસ્તારો, વિદર્ભ, તેલંગણા, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી એનસીઆરમાં આજે હળવો વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે