તમારા માટે પણ ચેતવણી છે ATM મહાગોટાળો, તમે તો ભોગ નથી બન્યા ને?

10 બેંકના કર્મચારીઓ અને એક સરકારી બેંકના AGMના ખાતામાંથી પણ પૈસા ઉપડી ગયા છે

તમારા માટે પણ ચેતવણી છે ATM મહાગોટાળો, તમે તો ભોગ નથી બન્યા ને?

કોલકાતા : ત્રણ એટીએમ, 76 પીડિત અને 20 લાખ રૂપિયા કરતા વધારે નાણા(ગણત્રી ચાલી રહી છે) ગાયબ. આ બધુ જ થયું માત્ર પાંચ દિવસમાં. દક્ષિણી કોલકાતાની બેંક કસ્ટમર્સની ઉંઘ ઉડી તો તેમને ખબર પડી કે તેઓ દેશના સૌથી મોટા એટીએમ ગોટાળાનો શિકાર બન્યા છે. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને કોટક મહિંદ્રા બેંકના ખાતાધારકોને કથિત રીતે મેસેજ મળ્યા કે તેમના ખાતામાઓમાંથી પૈસા ઉપડી ચુક્યા છે. આવું અલગ-અલગ શહેરોમાંથી થયું છે. સમાચારો અનુસાર ગોટાળાનાં પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. 

મંગળવારે આ સમાચાર મળ્યા બાદ સમગ્ર શહેરમાં હોબાળો મચી ગયો. લોકો તે જાણવા માટે ભાગદોડ કરવા લાગ્યા કે તેમનાં પૈસા તો સુરક્ષીત છેને. ગરિઆહાટ વિસ્તારથી ચાલુ થયેલો આ ગોટાળો હવે સારોબાર, પાર્ક સ્ટ્રીટ, કસ્બા, બેહાલા, તિલજલા અને બનિયાપુકુર સુધી ફેલાઇ ચુક્યો છે અને રોજે રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. 

શરૂઆતી સમાચારો અનુસાર આ ગોટાળાને અંજામ આપવા માટે પાંચ લોકોની ગેંગે છેલ્લા ચાર મહિના દરમિયાન મહેનત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે આ ગેંગે એપ્રીલથી જુલાઇ વચ્ચે બેંક એટીએમમાં સ્કીમર્સ લગાવ્યા અને ગત્ત અઠવાડીયે પૈસા ઉપાડી લીધા.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કીમર્સ દ્વારા બેંક કાર્ડસની કોપી થઇ જતી હોય છે. 

ખાતાધારકોએ કોલકાતામાંથી હજારો કિલોમીટર દુર દિલ્હીનાં પાલિકા બજાર, કાલાકાજી, હોજ ખાસ ઉપરાંત ઝારખંડ અને હરિયાણાના કેટલાક વિસ્તારમાં આવેલા એટીએમમાં પૈસા ઉપાડ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે પોતાના પૈસા ગુમાવનારા લોકોમાં 10 બેંક કર્મચારીઓ અને એક સરકારી બેંકના એજીએમનો પણ સમાવેશ થાય છે. 

એક  ખાતાધારકના અનુસાર હું પરિવાર સાથે ભોજન કરી રહ્યો હતો ત્યારે પત્નીનાં એકાઉન્ટમાંથી 20 હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. તે કાંઇ વિચારે કે પૈસા ક્યાંથી ઉપડ્યા  ત્યાં ફરી એકવાર 20 હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો.હાલ કો બેંકે ખાતાધારકોને વિશ્વાસમાં લીધા છે કે પોલીસ ફરિયાદ બાદ મળેલી એફઆઇઆરનાં આધારે 10 દિવસની અંદર  પૈસા ગ્રાહકોનાં ખાતામાં પહોંચાડી દેવાશે. બીજી તરફ કોલકાતા પોલીસે વિશેષ તપાસ દળની રચના કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news