મોડી રાત્રે અનેક રાજ્યોના બદલાયા રાજ્યપાલ, મોદીના માનીતા ગુજરાતના પૂર્વ IAS ઓફિસર બન્યા પુડુચેરીના LG

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ રાષટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધુ છે. તેમની જગ્યાએ  ગુલાબચંદ કટારિયાની નિમણૂક રાઈ છે જે હાલ અસમના રાજ્યપાલ છે. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર  કે કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા છે. 

મોડી રાત્રે અનેક રાજ્યોના બદલાયા રાજ્યપાલ, મોદીના માનીતા ગુજરાતના પૂર્વ IAS ઓફિસર બન્યા પુડુચેરીના LG

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેંલગણા, ઝારખંડ સહિત અને રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરી છે. જ્યારે પુડુચેરીના ઉપરાજ્યપાલની નિયુક્તિ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ રાષટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધુ છે. તેમની જગ્યાએ  ગુલાબચંદ કટારિયાની નિમણૂક રાઈ છે જે હાલ અસમના રાજ્યપાલ છે. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર  કે કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા છે. 

આ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ
 ગુજરાતના પૂર્વ પ્રભારી ઓ પી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયાને પંજાબનો હવાલો સોપાયો અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે.  સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મણીપુરનો વધારાનો હવાલો પણ સોપવામાં આવ્યો છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોપાયો છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલના નામો પર સસ્પેન્સ યથાવત છે. 

આ રહી યાદી....

હરિભાઈ કિસનરાવ બાગડે- રાજસ્થાનના રાજ્યપાલ
જિષ્ણુ દેવ વર્મા- તેલંગણા રાજ્યપાલ
ઓમ પ્રકાશ માથુર- સિક્કિમ રાજ્યપાલ
સંતોષકુમાર ગંગવાર- ઝારખંડના રાજ્યપાલ
રમન ડેકા- છત્તીસગઢના રાજ્યપાલ
સીએચ વિજયશંકર- મેઘાલય
સીપી રાધાકૃષ્ણન- ઝારખંડના રાજ્યપાલ
ગુલાબચંદ કટારિયા- પંજાબના રાજ્યપાલ અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર
લક્ષ્મણ પ્રસાદ આચાર્ય- સિક્કિમથી અસમના રાજ્યપાલ નિયુક્ત, મણિપુરનો વધારાનો હવાલો
કે કૈલાશનાથન- પુડુચેરીના ઉપરાજ્યપાલ

ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર  કે કૈલાશનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ
ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કૈલાશનાથન અનેકવાર સેવા વિસ્તારના લાંબા કાર્યકાળ બાદ જૂનમાં સીએમઓમાં પોતાના પદથી સેવાનિવૃત્ત થયા હતા. રાજ્યા સૌથી શક્તિશાળી બ્યુરોક્રેટ કૈલાશનાથને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે સમયે સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. કેકેના હુમલામણા નામથી જાણીતા કે કૈલાશનાથન 1979 બેચના અધિકારી છે. તેઓ પીએમના ખુબ નીકટના લોકોમાં  સામેલ છે. એવું પણ કહેવાય છે કે તેઓ પીએમના આખ અને કાન છે. તેમણે અગાઉ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ કામ કરેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news