દિલ્હીમાં ગત મોડી સાંજે મોટી દુર્ઘટના; ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી, અત્યાર સુધીમાં 7ના મોત
પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીની ગોકુલપુરી વિસ્તારમાં શુક્રવારે મોડીસાંજે ભીષણ આગની ઘટના બની. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગની દુર્ઘટનાની માહિતી મળતાં જ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગઈકાલ રાતથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે, હાલ તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
રાત્રે લગભગ 1 વાગે લાગી હતી આગ
પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા. અમે ફાયર વિભાગ સાથે પણ સંપર્ક કર્યો હતો, જેમણે ખુબ જ સારી કામગીરી કરી છે. અમે લગભગ 4 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં 30 ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ હઈ અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
At 1 am there was a fire incident in Gokulpuri PS area. Immediately teams reached the spot with all rescue equipment. We also contacted the Fire Dept that responded very well.We could douse the fire by around 4 am. 30 shanties burned & 7 lives are lost: Addl DCP, North East Delhi pic.twitter.com/UT8XzgaNMR
— ANI (@ANI) March 12, 2022
સીએમ કેજરીવાલે વ્યક્ત કર્યો શોક
આ દુર્ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સવાર સવારમાં ખુબ જ દુ:ખદ સમાચાર સાંભળવા મળ્યા છે. હું સ્વયં ઘટના સ્થળે જઈને પીડિત લોકોને મળીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે