PM Modi roadshow : રોડમાં ગુંજ્યું વિજય સુંવાળાનું ગુજરાતી ગીત, ‘પીએમ મળે તો મોદી સાહેબ જેવા મળે...’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભવનના લોકર્પણ અને પદવીદાન સમારોહમાં આપશે હાજરી. રાજભવનથી પીએમનો રોડ શો નીકળ્યો...

PM Modi roadshow : રોડમાં ગુંજ્યું વિજય સુંવાળાનું ગુજરાતી ગીત, ‘પીએમ મળે તો મોદી સાહેબ જેવા મળે...’

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે પીએમ મોદીના એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમી લાંબા રોડ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, લાખોની જનમેદની ઉમટી પડી હતી. ત્યારે સતત બીજા દિવસે પીએમ મોદીનો રોડ શો નીકળ્યો છે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેવાના છે. ત્યારે ગાંધીનગરથી તેમના રોડ શોનો પ્રારંભ થયો છે. ત્યારે ગાંધીનગરથી ચીલોડા સુધીના તેમના રોડ શોમાં આજે પણ જનમેદની ઉમટી પડી છે. 

આખુ દહેગામ જાણે રસ્તા પર નીકળી પડ્યુ હોય તેવો માહોલ હાલ જોવા મળ્યો છે. દહેગામના રોડ પર મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીના સ્વાગત માટે ઉમટી પડ્યા છે. તો બીજી તરફ સમગ્ર રોડ શોમાં એક ગુજરાતી ગીત આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. ગુજરાતી ગાયક વિજય સુંવાળાએ ગાયેલુ ‘પીએમ મળે તો મોદી સાહેબ જેવા મળે....’ ગીતથી જાણે હાજર મેદનીમાં જુસ્સો આવ્યો હતો. ગીતના તાલે લોકોએ નમો નમોના નારા લગાવ્યા હતા. 

PM Modi roadshow Live : ખુલ્લી જીપમાં પીએમ મોદીનો રોડ શો નીકળ્યો, દહેગામમાં ‘નમો નમો’ ગુંજી ઉઠ્યું

દહેગામથી પીએમ મોદીનો રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રસ્તાની બંને તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદીનો રોડ શો આગળ વધી રહ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સવાર છે. 

દહેગામ જતા સમયે પીએમ મોદીએ ક્ષણભર ગાડી થોભાવી હતી. લોકોના ઉત્સાહ વચ્ચે તેઓ ગાડીમાંથી બહાર આવ્યા હતા, અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પળ ત્યાં હાજર લોકો માટે ખાસ બની રહી હતી. પીએમ મોદીને ગાડીમાંથી ઉતરતા જ જોઈને લોકોમાં જોશ આવ્યો હતો.

PM Modi roadshow Live : ક્ષણભર ગાડી થોભાવીને પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

ક્યાં ક્યાં સ્વાગત થશે
રોડ શો દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પર PM મોદીનું સ્વાગત કરાશે. ગાંધીનગરથી ચીલોડા સર્કલ સુધી PM ના સ્વાગતનો કાર્યક્રમ રખાયો છે. દહેગામમાં પીએમ મોદીના સ્વાગત બાદ ભવ્ય રોડ શો થશે. આ રોડ શો બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચશે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ સંબોધન પણ કરશે. પદવીદાન કાર્યક્રમ બાદ સાંજ સુધી તેઓ રાજભવનમાં રોકાશે અને સાંજે ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે. 

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ છે. જેમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. દેશના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસ આપવામાં આવે છે.  લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી. 

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ગૃહમંત્રી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. 2020 માં ગુજરાત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સીટીનો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના એક્ટ પાસ કરી વ્યાપ વધારવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના કેન્દ્રમાં ગયા બાદ ભારતના તમામ રાજ્યોને આ લાભ મળી રહ્યો છે. હાલ RRU દેશની આંતરિક સુરક્ષાને અદ્યતન ટેક્નોલોજી સાથે સમન્વય થાય તેવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પૂરો પાડે છે. દેશના અલગ અલગ જિલ્લાઓની પોલીસ અને ઇન્ડિયન આર્મી સાથે RRU એ Mou થઇ ચુક્યા છે. દેશની આંતરિક સુરક્ષાની તાલીમ આપતી RRU દેશની એક માત્ર યુનિવર્સિટી ગુજરાતમાં છે. 2018 માં ગ્રીન કેમ્પસ અને ગ્રીન કેમ્પસ એવોર્ડ માટે 5 સ્ટાર રેટિંગ મેળવનારી RRU ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે. 

Trending news