Mayawati Election News: માયાવતીની 'એકલા ચલો' નીતિથી લોકસભા ચૂંટણીમાં કોને ફાયદો? સમજો સમીકરણો
Mayawati Effect On BJP And Congress: બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસે જ મોટી જાહેરાત કરી અને આગામી લોકસભા ચૂંટણી પોતે એકલે હાથ લડશે. તેમણે દલિતો, વંચિતો, આદિવાસી, અલ્પસંખ્યક સમુદાયને પોતાના ઉત્કર્ષ માટે BSP ને મજબૂત બનાવવાનું આહ્વાન પણ કર્યું.
Trending Photos
Mayawati Effect On BJP And Congress: બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસે જ મોટી જાહેરાત કરી અને આગામી લોકસભા ચૂંટણી પોતે એકલે હાથ લડશે. તેમણે દલિતો, વંચિતો, આદિવાસી, અલ્પસંખ્યક સમુદાયને પોતાના ઉત્કર્ષ માટે BSP ને મજબૂત બનાવવાનું આહ્વાન પણ કર્યું. તેમણે સીધી રીતે સપાને તો ટાર્ગેટ કરી પરંતુ ભાજપનું નામ લીધુ નહીં. જો કે એટલું ચોક્કસ કહ્યું કે લોકોને ફ્રીમાં રાશન આપીને ફોસલાવવામાં આવી રહ્યા છે. આજે ગરીબી અને બેરોજગારી મોટી સમસ્યા છે. ધર્મની આડમાં રાજકારણ ખેલાઈ રહ્યું છે. જે સમયે માયાવતી આ બધુ કહી રહ્યા હતા ત્યારે થોડીવાર પહેલા જ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહનો ફોન આવી ચૂક્યો હતો. ઘણા સમયથી એવી અટકળો હતી કે કદાચ આજે તેઓ કોંગ્રેસના નેતૃત્વવાળા I.N.D.I.A ગઠબંધનમાં જોડાવવાની જાહેરાત કરી દે. પરંતુ હવે તેમણે એકલા ચલોની નીતિ પર આગળ વધવાનું નક્કી કર્યું છે અને હવે એ જાણવું રસપ્રદ પણ બની રહેશે કે તેમના આ નિર્ણયથી ફાયદો કોને થશે?
ગઠબંધન કેમ ન કર્યું?
વિરોધી પાર્ટીઓથી અંતર જાળવવાનું કારણ ગણાવતા યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે હજુ પણ તમામ પાર્ટીઓ જાતિવાદી સોચથી ઉપર ઉઠી રહી નથી. તેમના વોટર બીએસપીને મત નથી આપતા ખાસ કરીને અપર કાસ્ટવાળા. તેમણે વધુમાં કહ્યું કે અમે સપા અને કોંગ્રેસ બંને સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધન કર્યું હતું પરંતુ તેમના મતદારોએ અમને મત આપ્યા નહીં. અખિલેશ યાદવ પર નિશાન સાંધતા માયાવતીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના મુખિયાએ કાચિંડાની જેમ રંગ બદલ્યો છે. છેલ્લે તેમણે મતદારોને સંદેશો આપતા કહ્યું કે આપણે ગઠબંધનમાં હંમેશા નુકસાન ઉઠાવવું પડે છે અને આથી અમે હવે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરીશું નહીં.
ફાયદો કોને?
આ સમજવા માટે યુપીના જાતિ આધારિત રાજકારણને સમજવું જરૂરી છે. થોડીવાર માટે મોદી ફેક્ટર અલગ મૂકીએ કારણ કે જો તે હાવી રહ્યું તો જાતિ સમીકરણ મોટાભાગે ફેલ થઈ શકે છે. ભાજપનો દાવો છે કે તેને મુસ્લિમ મહિલાઓ સહિત તમામ સમુદાયના મત મળે છે.
દલિત અને મુસ્લિમોના મત વહેંચાઈ શકે
યુપીમાં ઓબીસી વોટર સૌથી વધુ 45 ટકાથી વધુ છે. દલિત 20-21 ટકા અને મુસ્લિમ મતદારો 15-16 ટકા છે. માયાવતીની રાજનીતિ ખાસ કરીને દલિત અને મુસ્લિમ મતદારોની આજુબાજુ ફરે છે. જો તેઓ કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ થઈ જાત તો ઓબીસીના 10 ટકા યાદવ જ નહીં પરંતુ સમગ્ર દલિત વોટ વિપક્ષ સાથે એકજૂથ દેખાઈ શકે તેમ હતો. 80 લોકસભા સાંસદ આપનારા રાજ્યમાં તેનાથી ભાજપ માટે થોડી મુશ્કેલી જરૂર જોવા મળી શકત. સપા અને બસપાનું એક સાથે હોવું તે પોતાનામાં જ મોટી વોટ બેંકને વિપક્ષની સાથે કરી દેવા જેવું હતું.
દલિત મત મેળવવાની સરખામણીમાં માયાવતી તરીકે ત્રીજુ કેન્દ્ર ઉભરવાથી સીધુ નુકસાન વિપક્ષના ગઠબંધનને થશે. માયાવતીનું એકલા હાથે ચૂંટણી લડવું એક રીતે ભાજપ માટે રાહતના સમાચાર કહી શકાય. ભાજપને મત ન આપનારા એટલે કે વિરોધી મતદારો હવે બે વિકલ્પમાં વહેંચાશે. બની શકે કે કેટલાક મુસ્લિમ મતદારો સપા સાથે જાય તો કેટલાક બસપા સાથે. એ જ રીતે દલિતો પણ ભાજપ, બસપા, સપા-કોંગ્રેસમાં વહેંચાઈ જશે. આવામાં ભાજપ પોતાને સારી પોઝિશનમાં જોઈ રહ્યું હશે.
આમ તો ભાજપનું માનવું છે કે પીએમ નરેન્દ્ર મોદીની કલ્યાણકારી યોજનાઓના પગલે દલિતો, મુસ્લિમ, ઓબીસી બધાના મત તેમને મળી રહ્યા છે. કોંગ્રેસને માયાવતીની આ જાહેરાતથી થોડું ટેન્શન જરૂરી થયું છે, જુઓ પ્રમોદ તિવારું નિવેદન સાંભળી લો....
તો ભાજપ 100 સીટો પર સમેટાઈ જાત?
માયાવતીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે અત્યારે સમયની જરૂરીયાત એ છે કે ભાજપને 2019ની ચૂંટણીમાં જે 37.8 ટકા મત મળ્યા હતા તેના વિરુદ્ધ 62.2 ટકા મત એકજૂથ થાય. જો આમ થયું તો ભાજપને અમે 100 બેઠકો પર સમેટી દેત. જરૂરિયાત એ હતી કે બધા મળીને ચૂંટણી લડે પરંતુ કઈ વાંધો નહીં આ તેમના પોતાના વિચાર છે. ચૂંટણી બાદ જ્યારે તેઓ આવશે તો તેમનું સ્વાગત કરીશું. ત્યારની પરિસ્થિતિઓ જેવી હશે એવું પગલું ભરવામાં આવશે.
ફરીથી વિચાર કરે
યુપી કોંગ્રેસે જો કે આવી અપીલ કરી છે. પહેલા પણ એવા રિપોર્ટ્સ હતા કે યુપી કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે ગઠબંધનમાં બસપાને સામેલ કરવામાં આવે. આજે જ્યારે માયાવતીએ મોઢું ફેરવી લીધુ તો યુપી કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યું કે બહેન માયાવતીજીનો લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય બસપાના કાર્યકરો અને પ્રદેશના જનમાનસની ભાવનાઓથી વિપરિત છે. દેશના લોકતંત્રને બચાવવા માટે સમગ્ર દેશમાં થઈ રહેલા દલિતો પર અત્યાચાર, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના બનાવેલા બંધારણને બચાવવા માટે પોતાના નિર્ણય પર બહેનજી પુર્નવિચાર કરે.
હાલની ચૂંટણીઓમાં માયાવતીને બેઠકો ભલે ઓછી મળી રહી હોય પરંતુ તેઓ હતાશ જરાય નથી. આજે પણ પૂરા આત્મવિશ્વાસ સાથે બસપા સુપ્રીમોએ કહ્યું કે રાજનીતિથી સન્યાસ લેવાની થઈ રહેલી અટકળો પાયાવિહોણી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ કેટલા જોશથી ચૂંટણી પ્રચારમાં ઉતરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે