નોકરિયાતો માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી PF એકાઉન્ટ પર પણ લાગશે ટેક્સ, જાણો નવા નિયમો

નોકરી કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે પીએફ ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડી શકે છે. ખાતામાં જરૂરિયાત કરતા વધારાની રકમ કપાવવા પર આવકવેરા વિભાગ ટેક્સ વસૂલશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઈવેટ નોકરી કરતા લોકોના પીએફ ખાતામાં  2.5 લાખ રૂપિયા સુધી કરમુક્તિની મર્યાદા લાગુ કરી હતી.

નોકરિયાતો માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી PF એકાઉન્ટ પર પણ લાગશે ટેક્સ, જાણો નવા નિયમો

PFના નવા નિયમો: નોકરી કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે પીએફ ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડી શકે છે. ખાતામાં જરૂરિયાત કરતા વધારાની રકમ કપાવવા પર આવકવેરા વિભાગ ટેક્સ વસૂલશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઈવેટ નોકરી કરતા લોકોના પીએફ ખાતામાં  2.5 લાખ રૂપિયા સુધી કરમુક્તિની મર્યાદા લાગુ કરી હતી. ત્યાર બાદ સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડમાં ટેક્સ ફ્રીની મર્યાદા લાગુ કરી હતી. આ મર્યાદા વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની છે. આ PF ટેક્સ 1લી એપ્રિલ 2022થી લાગુ પડશે.

નવા આદેશ અનુસાર 5 લાખ રૂપિયાથી વધુનું GPF કપાવનારા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે આવકવેરા (25 સુધારા) નિયમો, 2021 લાગુ કર્યા છે. આ સાથે, GPFમાં મહત્તમ કરમુક્તીની મર્યાદા 5 લાખ સુધીની લાગુ કરવામાં આવી છે. જો કર્મચારી 5 લાખથી વધારે રૂપિયાની કપાત કરાવશે, તો વ્યાજની આવકને આવક તરીકે ગણવામાં આવશે.

કરમુક્ત વ્યાજની આવકનો લાભ
બજેટ 2021માં, સરકારે કરમુક્ત વ્યાજની આવક મેળવવા માટે ટેક્સ ફ્રી વાર્ષિક પીએફના યોગદાનની મર્યાદા 2.5 લાખ કરી હતી. પરંતુ બાદમાં તેની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ મર્યાદા એવા કર્મચારીઓ માટે હતી જેમના એમ્પ્લોયર યોગદાન આપતા નથી. જેનો લાભ સરકારી કર્મચારીઓને મળ્યો.

સરકારે રાહત આપી
કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન માટે રાહત આપી હતી. આવી સુવિધા તે સરકારી કર્મચારીઓ માટે છે. જ્યાં નોકરીદાતા દ્વારા યોગદાન આપવામાં આવતું નથી. બજેટ 2022 પહેલા એવી માહિતી મળી હતી કે સરકાર ખાનગી અને સરકારી કર્મચારીઓના ટેક્સ ફ્રી પીએફની મર્યાદાને સમાન કરી શકે છે. જોકે આ માહિતી અફવા સાબિત થઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news