PM મોદીના એક ઓટોગ્રાફથી યુવતીનું નસીબ ફરી ગયું, લગ્ન માટે થાય છે પડાપડી

16 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદીની મિદનાપુરમાં રેલી હતી. તેઓ જ્યારે ત્યાં ઉપસ્થિત જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે એક પંડાલ પડવાથી અનેક લોકો ઘાયલ થયા હતાં.

PM મોદીના એક ઓટોગ્રાફથી યુવતીનું નસીબ ફરી ગયું, લગ્ન માટે થાય છે પડાપડી

કોલકાતા: 16 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદીની મિદનાપુરમાં રેલી હતી. તેઓ જ્યારે ત્યાં ઉપસ્થિત જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે એક પંડાલ પડવાથી અનેક લોકો ઘાયલ થયા હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. રેલી બાદ પીએમ મોદી પણ ઘાયલોના હાલચાલ પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં ઘાયલોમાં તેમની મુલાકાત રીતા મૂડી (19) સાથે પણ થઈ હતી. બાંકુડાની રહીશ રીતા તે વખતે માતા અને બહેન સાથે રેલીમાં આવી હતી. 

હોસ્પિટલમાં ઘાયલોના હાલચાલ પૂછવાના ક્રમમાં જ્યારે પીએમ મોદી રીતા પાસે પહોંચ્યા ત્યારે પહેલા તો તેને વિશ્વાસ જ નહતો આવતો. તેણે પીએમ મોદી પાસે આ અંગે ખુશી પણ વ્યક્ત કરી. આ સાથે જ રીતાએ પીએમ મોદી પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રીતાએ જણાવ્યું કે પીએમ મોદી પહેલા તો થોડા ખચકાયા પરંતુ ત્યારબાદ આગ્રહ કરતા ઓટોગ્રાફ આપ્યો અને લખ્યું કે 'રીતા મુડી તમે સુખી રહો.'

હવે રીતાનું કહેવું છે કે આ ઘટના બાદ અચાનક તે સેલેબ્રિટી જેવી બની ગઈ છે. તેના જણાવ્યાં મુજબ બીજા જ દિવસથી તેના ઘરે લોકો મળવા માટે લાઈન લગાવી રહ્યાં છે. તે બધા પીએમ મોદીનો ઓટોગ્રાફ જોવા માંગે છે. આ દરમિયાન રીતાની માતાએ કહ્યું કે તેને ત્યારપછી લગ્ન માટે પણ બે ઓફરો આવી છે. જેમાંથી એક પ્રસ્તાવ બાંકુડા અને બીજો પ્રસ્તાવ ઝારખંડથી આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ઓટોગ્રાફવાળી ઘ ટના અગાઉ પણ રીતાના લગ્નની ચર્ચા થઈ હતી પરંતુ છોકરાવાળા એક લાખ રૂપિયા માંગતા હતાં ખુબ જ ગરીબ પરિવારમાંથી આવતી બાંકુડા ક્રિશ્ચન કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીની રીતાનું કહેવું છે કે હાલ તેનું ધ્યાન અભ્યાસ પર છે. 

pandal

અત્રે જણાવવાનું કે રેલીમાં પંડાળ પડવાની જાણકારી આપતા પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કેટલાક લોકો ઉપર ચઢી ગયા હતાં. તેનું માળખુ લોકોનો ભાર સહન કરી શક્યું નથી અને તૂટી પડ્યો. અધિકારીઓના જણાવ્યાં મુજબ વડાપ્રધાને પોતાના ભાષણની વચ્ચે જ પંડાળને પડતા જોયો. તેમણે તરત જ નજીક ઊભેલા એસપીજીના અધિકારીઓે ઘાયલોની મદદ કરવા જણાવ્યું. અધિકારીઓના જણાવ્યાં મુજબ સ્થાનિક ભાજપ શાખાની સાથે મોદીના ડોક્ટર તથા એસપીજી કર્મીઓ સહિત તેમના અંગત કર્મીઓ પણ હરકતમાં આવ્યાં અને ઘાયલોની મદદ કરી. ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાફલામાં હાજર એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news