Me Too : દુષ્કર્મના આરોપો વચ્ચે એમ જે અકબરે કહ્યુ જે કાંઇ થયું તે સહમતીથી થયું

અકબરે કહ્યું કે આશરે 24 વર્ષ પહેલા અમે બંન્ને સંમતીથી રિલેશનશિપમાં હતા અને આ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું

Me Too : દુષ્કર્મના આરોપો વચ્ચે એમ જે અકબરે કહ્યુ જે કાંઇ થયું તે સહમતીથી થયું

નવી દિલ્હી : અમેરિકામાં જઇને વસેલા ભારતીય પત્રકાર પલ્લવી ગોગોઇની તરફથી લગાવાયેલા દુષ્કર્મના આરોપો અંગે ભાજપ સાંસદ એમ.જે અકબરે સ્પષ્ટતા કરી છે. અકબરે કહ્યું કે આશરે 24 મહિના પહેલા અમે બંન્ને સંમનતીથી રિલેશનશિપમાં હતા અને આ સબંધ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો. તેમણે કહ્યું કે, ત્યારે અમારા સબંધો પર ઘણી ચર્ચા થઇ એટલે સુધી કે ત્યાર બાદ તે મુદ્દે મારુ આંતરિક જીવન પણ ઘણુ ડામાડોળ થઇ ગયું. જો કે ત્યાર બાદ રિલેશનશિપ કદાચ ખરાબ મોડ પર ખતમ થઇ ગયું. 

એમ.જે અકબરે કહ્યું કે, જે લોકો મારી સાથે કામ કરી ચુક્યા છે અને મને જાણે ચે તે લોકો તે વાતની તસ્દીક કરી શકે છે. તે લોકો પણ જણાવી શકે છે કે જ્યારે પલ્લવી મારી સાથે કામ કરતી હતી ત્યારે શું તેના પર કોઇ પણ પ્રકારનું દબાણ હતું. પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે કહ્યું કે, વોશિંગ્ટન પોસ્ટમાં પલ્લવી ગોગોઇએ જે લેખ લખીને મારી વિરુદ્ધ દુષ્કર્મ અને હિંસાના આરોપ લગાવ્યા તે ખોટા છે. તેમણે કહ્યું કે, આ ઘટના લગભગ 23 વર્ષ જુની છે અને મારી તરફથી તેનુ ખંડન કરવામાં આવી ચુક્યું છે. અકબરે કહ્યું કે 29 ઓક્ટોબરે વોશિંગ્ટન પોસ્ટમાં મારા વકીલે આ ઘટના અંગેના સવાલો મોકલ્યા હતા. લેખને વાંચ્યા બાદ મારા માટે સચ્ચાઇ અને તથ્યોને સામે લાવવા જરુરી હતા. 

પલ્લવીએ લગાવ્યા હતા આવા આરોપ
વોશિંગ્ટ પોસ્ટમાં પ્રકાશિત પલ્લવી ગોગોઇનાં નિવેદન અનુસાર જયપુરની એક હોટલમાં અકબર સમાચાર અંગે પલ્લવીની સાથે હતા. જ્યાં હોટલનાં રૂમમાં તેમણે પલ્લવી પર દુષ્કર્મ આચર્યું. બંન્ને વચ્ચે ઝપાઝપી પણ થઇ પરંતુ પલ્લવી લખે છે કે, મે ઘણો સંધર્ષ કર્યો, પરંતુ તે શારીરિક રીતે મારા કરતા વધારે શક્તિશાળી હતા. તેમણે મારા કપડા પણ ફાડી દીધા અને મારા પર દુષ્કરમ આચર્યું. 

અમેરિકામાં રહેતી પત્રકાર પલ્લવી ગોગોઇએ એશિયન એઝમાં કામ કરવા દરમિયાન પોતાની સાથે દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે એમ.જે અકબર તેના બોસ હતા. પલ્લવીએ જણાવ્યું કે, પોલીસમાં ફરિયાદ કરવાનાં બદલે મને વધારે અપમાનનો અનુભવ થાય છે. મે આ અંગે કોઇને પણ નથી જણાવ્યું. કારણ કે મારી વાત પર કોઇ પણ વિશ્વાસ કર્યો ન હોત. મે તો પોતાની જાતને જ દોષીત માની કે હું હોટલનાં રૂમમાં ગઇ જ શા માટે ? 

અગાઉ 1994ની એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતા પલ્લવીએ કહ્યું કે, હું તેમની ઓફીસ ગઇ હતી અને રૂમનો દરવાજો બંધ હતો. મે તેમને ઓ-પેડ પેજ દેખાડ્યું અને જણાવ્યું કે મે કઇ રીતે તેની હેડલાઇન્સને રોચક નાવી છે. અકબરે મારા પ્રયાસના વખાણ કર્યા અને મને કીસ કરવા માટે આગળ વધ્યા,આ વખતે મારો ચહેરો શરમથી લાલ થઇ ગયો.મે મારી સાથી કર્મચારીને આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news