મોદી સરકારનો બ્યુરોક્રેસીમાં મોટો ફેરફાર, હવે પ્રાઈવેટ નોકરી કરનારા પણ બની શકશે જોઈન્ટ સેક્રેટરી

કેન્દ્ર સરકાર તરફથી 10 મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી માટે વેકેન્સી કાઢવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસે હવે સવાલ ઉભા કર્યા છે.

  • બ્યુરોક્રેસીમાં લૈટરલ એન્ટ્રીનો પહેલો પ્રસ્તાવ 2005માં આવ્યો
  • આ પ્રસ્તાવ બે વાર ફગાવી દેવાયા બાદ 2016માં ફરીથી લાવવામાં આવ્યો
  • પીએમ મોદી બ્યુરોક્રેસીમાં લૈટરલ એન્ટ્રીના હિમાયતી રહ્યાં છે

Trending Photos

મોદી સરકારનો બ્યુરોક્રેસીમાં મોટો ફેરફાર, હવે પ્રાઈવેટ નોકરી કરનારા પણ બની શકશે જોઈન્ટ સેક્રેટરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી 10 મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી માટે વેકેન્સી કાઢવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસે હવે સવાલ ઉભા કર્યા છે. વાત જાણે એમ છે કે સરકારે બ્યુરોક્રેસીમાં લેટરલ એન્ટ્રી શરૂ કરી છે. એટલે કે બ્યુરોક્રેસીનો ભાગ બનવા માટે હવે UPSCની પરીક્ષા પાસ કરવાની જરૂર નહીં રહે. પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ પણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી બની શકે છે. સરકાર તરફથી એવો તર્ક આપવામાં આવ્યો છે કે તેનાથી મંત્રાલય દેશના વધુ અનુભવી લોકોનો લાભ લઈ શકશે.

જાહેરાત મુજબ લેટરલ એન્ટ્રી હેઠળ થનારા જોઈન્ટ સેક્રેટરીનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. જો કામકાજ સંતોષજનક રહ્યું તો તેમનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે વધારવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આ સમગ્ર મામલે કહ્યું કે તે સરકારની પહેલ છે. આ સાથે જ સ્પષ્ટ છે કે અમે સૌથી યોગ્ય લોકોને મંત્રાલયમાં લાવવા માંગીએ છીએ. જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે ફેસલો લીધો અને સવારે પેપરમાં જાહેરાત આપી દીધી, એવું ન હોય. આમને સરકાર ચલાવતા આવડતું નથી.

modi

ડીઓપીટી તરફથી જારી નોટિફિકેશનમાં કહેવાયું છે કે જોઈન્ટ સેક્રેટરી બનવા માટે ઓછામાં ઓછી 40 વર્ષની ઉંમર હોવી જોઈએ. જો કે વધુ ઉંમર કેટલી હોવી જોઈએ તે અંગે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી નથી. કાર્યકાળ 3 વર્ષનો રહેશે પરંતુ કામકાજ સંતોષજનક રહે તો પાંચ વર્ષ વધારવામાં આવશે. પ્રાઈવેટ નોકરીમાંથી સીધા આ પદ પર નિયુક્ત થનારા લોકોને જોઈન્ટ સેક્રેટરીની તમામ સુવિધાઓ અને વેતન મળશે.

અત્રે જણાવવાનું કે કોઈ પણ મંત્રાલય કે વિભાગના જોઈન્ટ સેક્રેટરીની પાસે નીતિગત ફેસલા લેવાના અને તેમાં ફેરફાર કરવાના અધિકાર હોય છે. જાહેરાત મુજબ આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે. કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનનારી સમિતિ ઉમેદવારની નિયુક્તિ પર મહોર લગાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news