Onion Price: મોદી સરકારનો મોટો નિર્ણય, ડુંગળી સસ્તી થતાં હટાવ્યો નિકાસ પરનો પ્રતિબંધ

Onion Exports Ban Remove: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીની વધતી જતી કિંમતો  (Onion Price) પર લગામ કસવા માટે સરકારે તેના નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

Onion Price: મોદી સરકારનો મોટો નિર્ણય, ડુંગળી સસ્તી થતાં હટાવ્યો નિકાસ પરનો પ્રતિબંધ

Onion Export Ban Lift: કેન્દ્ર સરકારે (Central Government) મોટો નિર્ણય લીધો છે. હવે સરકારે ડુંગળીના નિકાસ (Onion Export) પર લગાવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીની વધતી જતી કિંમતો  (Onion Price) પર લગામ કસવા માટે સરકારે તેના નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

દેશમાં ડુંગળીની વધતી જતી કિંમતો પર લગામ કસવા માટે નિર્યાત પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ડેડલાઇન પુરી થાય તે પહેલાં જ પ્રતિબંધને હટાવી દીધો છે. સમિતિએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીના નિર્યાતને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળીના નિકાસને મંજૂરી આપી દીધી છે. 

ડિસેમ્બરમાં લગાવ્યો હતો પ્રતિબંધ
7 ડિસેમ્બર 2023 ના રોજ કેન્દ્રએ સ્થાનિક બજારોમાં ડુંગળીની માંગને પુરી કરવા માટે અને તેની જથ્થાબંધ ભાવને સ્થિર કરવા માટે 31 માર્ચ સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

ખેડૂતોએ અમિત શાહના નિર્ણયને આવકાર્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ રવિવારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે અને હવે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવ મળવાની આશા છે.

100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો ભાવ
ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના કારણે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ડિસેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયા હતા. હાલમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા બાદ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

બફર સ્ટોકને 25 રૂપિયે કિલોના ભાવે વેચ્યો
ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ સાથે જ સરકારે લોકોને સસ્તી ડુંગળી આપવા માટે પણ પગલાં ભર્યા હતા. બફર સ્ટોક દ્વારા સરકારે 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news