OBC વર્ગને આજે મળશે મોટી ભેટ, લોકસભામાં રજૂ થશે અનામત સાથે જોડાયેલું બિલ, થશે આ અસર

કેન્દ્ર સરકાર આજે ચોમાસુ સત્ર (Monsoon Session) ના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે રાજ્યોને ઓબીસી યાદી (OBC List) બનાવવાનો અધિકાર આપનાર 127મું બંધારણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરશે. 
 

OBC વર્ગને આજે મળશે મોટી ભેટ, લોકસભામાં રજૂ થશે અનામત સાથે જોડાયેલું બિલ, થશે આ અસર

નવી દિલ્હીઃ ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂરા કરવાની તૈયારીમાં છે. સોમવારે સરકાર રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અધિકાર આપનાર 137મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. પરંતુ પેગાસસ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષનો હંગામો યથાવત રહેવાની સંભાવના છે. તેમ છતાં આ બિલને પાસ કરાવવામાં વધુ મુશ્કેલી આવશે નહીં, કારણ કે કોઈ રાજકીય દળ અનામત સંબંધિત બિલનો વિરોધ કરશે નહીં. 

પરંતુ હંગામા વચ્ચે સંવિધાન સંશોધન બિલ પાસ કરાવવુ સરકાર માટે થોડુ મુશ્કેલ જરૂર હશે. હાલમાં કેબિનેટે આ બિલને મંજૂરી આપી હતી. હકીકતમાં મેમાં સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના એક નિર્ણયમાં રાજ્યને ઓબીસી યાદી તૈયાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેનાથી રાજ્યોને બીજીવાર આ અધિકાર મળી શકશે.

સોમવારે લોકસભામાં કુલ છ બિલ રજૂ કરવાના છે. તેમાં ઓબીસી અનામત બિલ સિવાય લિમિટેડ લાઇબિલીટી પાર્ટનરશિપ બિલ, ડિપોઝિટ એન્ડ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી બિલ, નેશનલ કમિશન ફોર હોમ્યોપેથી બિલ, નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ અને ધ કોન્સ્ટીટ્યૂશન એમેન્ડમેન્ટ શિડ્યૂલ ટ્રાઇબ્સ ઓર્ડર બિલ સામેલ છે. તો રાજ્યસભામાં ચાર બિલ લાવવામાં આવશે, જે પહેલાથી લોકસભામાં પાસ થઈ ચુક્યા છે. તેમાં એપ્પોપિએશન બિલ ત્રણ અને ચાર પૂર્વના ખર્ચને પસાર કરાવવા માટ છે. આ સિવાય ટ્રિબ્યૂનલ રિફોર્મ બિલ તથા જનરલ ઇન્શ્યોરન્સ બિલ પણ લિસ્ટેડ છે. 

સંશોધન બિલ પાસ થવાથી શું થશે અસર?
સંસદમાં સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366(26) સીના સંશોધન પર મહોર લાગી જાય તો ત્યારબાદ રાજ્યોની પાસે ઓબીસી યાદીમાં પોતાની મરજીથી જાતિઓને સામેલ કરવાનો અધિકાર હશે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી વર્ગમાં સામેલ થવાની તક મળી શકે છે. તેમાંથી મરાઠા સમુદાયને મહારાષ્ટ્રની પૂર્વ દેવેન્દ્ર ફડણવીસ સરકારે અનામત આપ્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટે 5 મેએ ચુકાદામાં આ નિર્ણયને નકારી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news