મોદી સરકાર ઉઠાવશે Corona Vaccineનો સંપૂર્ણ ખર્ચ! સંકટ વચ્ચે રાહતના સમાચાર

કોરોના (Corona)મહામારીના વધતા જતા ખૌફ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર મોદી સરકાર વેક્સીન રસીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે છે. આ સંબંધમાં સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

મોદી સરકાર ઉઠાવશે Corona Vaccineનો સંપૂર્ણ ખર્ચ! સંકટ વચ્ચે રાહતના સમાચાર

નવી દિલ્હી: કોરોના (Corona)મહામારીના વધતા જતા ખૌફ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર મોદી સરકાર વેક્સીન રસીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે છે. આ સંબંધમાં સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું ચેહ કે ફેબ્રુઆરીના અંત સુધી રસીકરણ પણ શરૂ થઇ શકે છે. 

બની ગઇ સહમતિ
કેન્દ્ર સરકાર કોરોના (CoronaVirus)ના વધતા જતા પ્રકોપથી ચિંતિત છે અને તેને કાબૂ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. આ ક્રમમાં વેક્સીન (Vaccine)રસીકરણ્નો સંપૂર્ણ ઉઠાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં સહમતિ બની ગઇ છે અને બજેટમાં તેની જાહેરાત થઇ શકે છે.  

સંપૂર્ણ યોજના તૈયાર
સૂત્રોના અનુસાર સરકારે આ સંબંધમાં સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. તેના અનુમાન અનુસાર દેશના એક નાગરિકને કોરોના વેક્સીન ડોઝ આપવા પર 6-7 ડોલર એટલે 500 રૂપિયાથી વધુ ખર્ચ આવશે. એટલું જ નહી સરકારે 130 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે 500 અરબ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ બજેટની વ્યવસ્થા હાલના નાણાકીય વર્ષના અંતમાં કરવામાં આવશે. ત્યારબાદ વેક્સીન પુરી પાડવા માટે ફંડની ખોટ વર્તાશે નહી. 

કોઇ બાકી નહી રહે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જ્યારે પણ કોરોનાની વેક્સીન આવશે, દેશના નાગરિકનું ટીકાકરણ કરવામાં આવશે, કોઇપણ તેનાથી બાકી નહી રહે. પીએમ મોદીએ કોરોનાના વધતા જતા કેસને લઇને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ આરટી-પીસીઆર તપાસના સરેરાશ પર ભાર મુક્યો અને કહ્યું કે ઘરોમાં આઇસોલેશનમાં રહેતા દર્દીઓ પર સારી રીતે નજર રાખવી પડશે. 

લગાવી હતી ફટકાર
તાજેતરમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પીએમ મોદીએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ક્લાસ લગાવી હતી. જોકે ખટ્ટર કોરોનાના આંકડા બતાવી રહ્યા હતા, જેના પર તેમને ટોકતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આંકડા પહેલાં જ આવી ચૂક્યા છે, તમારી પાસે શું પ્લાન છે? મોદીએ ખટ્ટરને પૂછ્યું હતું કે કોરોના વાયરસની સારવાર માટે તમે શું કરી રહ્યા છો અને આગળ શું કરશો. ત્યારબાદ ખટ્ટરે પોતાની યોજનાઓથી વાકેફ કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news