કોરોના રસી News

પાલનપુર: કોરોનાની રસી તો આવે ત્યારે ખરી પણ તંત્રના વાંકે આ સામાન્ય રસી નથી મળી રહી
જિલ્લાના પાલનપુરમાં આવેલી  જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી ડાયાબિટીસના દર્દીઓને અપાતાં ઇન્સ્યુલીન ઈંજેક્શન જ હાજર ન મળતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેકશનો ખરીદીવા મજબુર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમા સંચાલક મંડળ અને સિવિલ સર્જનના આંતરિક વિખવાદને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં આવેલી છે. જેનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ફક્ત પાલનપુરના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને  છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખૂટી જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 
Dec 27,2020, 23:22 PM IST

Trending news