મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર ધમાકો, રોકેટ જેવી વસ્તુ પડ્યા બાદ બ્લાસ્ટ
મોહાલી કૈશ સોહાનામાં ગુપ્તચર વિભાગની ઓફિસ બહાર એક ધમાકો થવાના સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
મોહાલીઃ પંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર એક ધમાકો થયો છે. ઘટના સ્થળ પર એસએસપી આઈજી હાજર છે. પંજાબના ગુપ્તચર વિભાગના કાર્યાલય સોહાનાના ત્રીજા માળ પર વિસ્ફોટની ઘટના બની છે. શરૂઆતી અહેવાલ પ્રમાણે રોકેટથી ચાલનાર ગ્રેનેડ ઇમારતના ત્રીજા માળ પર ફેંકવામાં આવ્યું. ધમાકામાં કોઈ નુકસાન કે કોઈના મોત થવાના સમાચાર નથી.
આ ધમાકા બાદ ઓફિસના ઘણા કાચ તૂટી ગયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની તપાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી ભગવંત માને ધમાકાનો રિપોર્ટ માંગ્યો છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ હાજજર છે. પરંતુ પોલીસે આતંકવાદી ઘટનાથી ઈનકાર કર્યો છે. સૂત્ર તે પણ કહી રહ્યાં છે કે ઓફિસમાં રાખેલા વિસ્ફોટકોથી ધમાકો થયો છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હુમલો આરપીજીથી થયો છે. આરપીજી એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ. તસવીરોમાં ગ્રેનેડ જોઈ શકાય છે. પરંતુ પંજાબ પોલીસે આતંકી હુમલાની પુષ્ટિ કરી નથી. પંજાબ પોલીસનું કહેવું છે કે આ એક નાનો ધમાકો હતો. ફોરેન્સિકની ટીમ પણ પહોંચી ગઈ છે.
બિલ્ડિંગની લાઇટ બંધ થઈ
ગુપ્તચર બિલ્ડિંગની બહાર ધમાકા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પરંતુ આ વચ્ચે ઓફિસની બિલ્ડિંગની લાઇટ બંધ કરવામાં આવી હતી. હંમેશા આવી ઘટનાઓ બાદ લાઇટ ઓન કરવામાં આવતી હોય છે. રોશની કરી દેવામાં આવે છે. પરંતુ અહીં ધમાકા બાદ બિલ્ડિંગની લાઇટ બંધ થતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે