Weather Update : ચોમાસા માટે આવી ગઈ ભવિષ્યવાણી, હવામાન વૈજ્ઞાનિકોએ આપી ખુશખબરી

Gujarat Rain Alert : બે હવામાન એજન્સીઓએ આગાહી કરી કે આ વર્ષે ચોમાસું ગયા વર્ષ કરતા સારું જશે... કારણ કે અલ નીનો નબળું પડી રહ્યું છે

Weather Update : ચોમાસા માટે આવી ગઈ ભવિષ્યવાણી, હવામાન વૈજ્ઞાનિકોએ આપી ખુશખબરી

Gujarat Weather Forecast : ગુજરાતમાં ગરમી હજી આવી નથી, પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભુક્કા બોલાવશે. ગુજરાતમાં ભીષણ ગરમી તોબા પોકારે છે. એપ્રિલ મહિનો આવે ત્યાં જ લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે. ત્યારે 2024 ની વરસાદની આગાહી પણ અવા ગઈ છે. આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યાં છે. દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે, અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. 

એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. જુન-ઓગસ્ટથી લા નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવનું કહેવું છે કે, જુન-જુલાઈ સુધીમાં લા નીનોની સ્થિતિ પેદા થશે, આ વર્ષે જો અલનીનો ન્યૂટ્રલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારુ ચોમાસું જાય તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. 

અમેરિકાની નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ ગયા અઠવાડિયે જણાવ્યું કે, એપ્રિલ-જૂન સુધીમાં અલ-નીનો ENSO-ન્યુટ્રલમાં બદલાવાની 79 ટકા સંભાવના છે. વધુમાં, જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાના વિકાસની 55% 1 શક્યતા છે.

યુરોપિયન યુનિયનની કોપરનિકસ 5 ક્લાઈમેટ ચેન્જ સર્વિસે પણ અલ- નીનોના નબળા પડવાની પુષ્ટિ કરી છે. IMDના વૈજ્ઞાનિક ડી શિવાનંદ પાઈએ કહ્યું કે, કેટલાક મોડલ લા નીનાનો સંકેત આપે છે. જ્યારે, કેટલાક ENSO-ન્યુટ્રલની આગાહી કરી રહ્યા છે. અલ-નીનો સમાપ્તની થવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news