મોરારી બાપુએ કહ્યું, "કુમારજીને ગજબ કર દિયા", કુમાર વિશ્વાસે આ વીડિયો કર્યો શેર અને થયો વાયરલ

થોડા દિવસ અગાઉ ઉત્તરકાશીમાં આયોજિત એક કવિ સંમેલનનો વીડિયો કુમાર વિશ્વાસે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જે વાયરલ થયો છે 

મોરારી બાપુએ કહ્યું, "કુમારજીને ગજબ કર દિયા", કુમાર વિશ્વાસે આ વીડિયો કર્યો શેર અને થયો વાયરલ

નવી દિલ્હીઃ થોડા દિવસ અગાઉ ઉત્તરકાશીમાં આયોજિત એક કવિ સંમેલનનો વીડિયો કુમાર વિશ્વાસે શનિવારે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. વીડિયોમાં ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ કુમાર વિશ્વાસની પ્રશંસા કરતા બોલી રહ્યા છે, 'કુમાર વિશ્વાસજીને ગજબ કર દિયા.'

બાપુએ આપ્યું કુમાર વિશ્વાસને નવું નામ 
કુમાર વિશ્વાસે આ વીડિયો ટ્વીટ કરવાની સાથે લખ્યું છે કે, 'તમે લોકો જે વીડિયો શોધી રહ્યા છો તે અહીં પ્રસ્તુત છે. વહેલી સવારે પ્રાર્થના જેવું કંઈક છે, સાંભળો અને દરેકને મોકલો!'. કુમાર વિશ્વાસ આગળ લખે છે કે, 'પુણ્યસલિલા માં ભગીરથીના તટ પર ગંગોત્રીમાં યુગ-તુલસી, પૂજ્ય મોરારી બાપુની કૃપાછાયામાં કાવ્યપાઠ ! તમારા સૌ સુધી મારા પરમાનંદના અંશ પહોંચે. જય સિયારામ.' 

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) September 8, 2018

આ સાથે જ કુમાર વિશ્વાસે વધુમાં લખ્યું છે કે, મોરારી બાપુએ તેના કાવ્યપઠનથી પ્રસન્ન થઈને તેને નવી ઉપાધી આપી છે. બાપુએ કુમાર વિશ્વાસને એક નવું નામ આપ્યું છે - "યુવાન વિશ્વાસ." જાણીતી ગાયિકા માલિની અવસ્થીએ પણ કુમાર વિશ્વાસના કવિતા પઠન માટે તેના વખાણ કર્યા છે. 

— Malini Awasthi (@maliniawasthi) September 8, 2018

રાજકીય વ્યંગ્યનો સમાગમ
ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામમાં મોરારી બાપુની રામકથાના છઠ્ઠા દિવસે આ કાવ્યપાઠનું આયોજન કરાયું હતું. જેમાં કુમાર વિશ્વાસની સાથે જ કેટલાક અન્ય કવિઓએ પણ પોતાની પ્રસ્તુતિ આપી હતી. શહેરથી દૂર ભગીરથીના ખળખળ વહેતા જળના મીઠા મધુરા અવાજ વચ્ચે કુમાર વિશ્વાસે રાજકીય વ્યંગ્ય પણ રજૂ કર્યા હતા. તેણે જણાવ્યું કે, 'દિલ્હીમાં આજકાલ બે રાજનેતા રાજ કરી રહ્યા છે. એક પીએમ અને બીજા સીએમ. બંને મારા સારા મિત્રો છે. જોકે, અત્યારે એ કન્ફર્મ નથી કે હાલ કોણ મારો મિત્ર છે અને કોણ નથી. તેમ છતાં મિત્ર તો મિત્ર જ કહેવાય ને.'

મોરારીબાપુ થયા પ્રભાવિત
કુમાર વિશ્વાસની કવિતાઓથી મોરારી બાપુ ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે બીજા દિવસે રામકથા દરમિયાન કુમાર વિશ્વાસની કવિતાઓનો ઉલ્લેખ કર્યો અને તેના ભરપૂર વખાણ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news