મુરૈના: પબજીની ગેમ બહેને બંધ કરાવીને મોબાઇલ લઇ લેતા ભાઇની આત્મહત્યા
Trending Photos
મુરૈના : મુરૈના જિલ્લામાં એક વિદ્યાર્થી પબજી વીડિયો ગેમની બલિ ચઢી ગયો છે. વીડિયો ગેમની લત વધતી જઇ રહી છે. તેનાથી તેનું બચપણ છીનવાઇ ચુક્યું છે. અનેક મુદ્દાઓ તેનું બાળપણ છિનવાઇ ચુક્યું છે. અનેક મુદ્દાઓ બાળકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. હાલનાં જ એક કિસ્સામાં પરાગ ઓઇલ મિલ વિસ્તારનો છે. જ્યાં આજે 18 વર્ષનાં રચિત અગ્રવાલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રચિત અને તેની બહેન ઘરમાં એકલી હતી.
RSSની પુષ્કર બેઠકમાં અખંડ ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા પર થશે મંથન, ભાજપ નેતા રહેશે હાજર
રમત રમવામાં વ્યસ્ત રચિતે જ્યારે તેની બહેને મોબાઇલ છિનવી લીધો હતો તો તેમની વચ્ચે ઝગડો થયો હતો. ત્યાર બાદ રચિતે ફાંસી લગાવીને પોતાની જીવન લીલ સંકેલી લીધી હતી. એકમાત્ર પુત્રનાં મોત બાદ પિતાએ રચિતની આંખો ડોનેટ કરવાનો નિર્ણય લીધો. જેના થકી તેના પુત્રની આંખો થકી કોઇ અન્ય વ્યક્તિ આ દુનિયા જોઇ શકે.
કાર્યકર્તાઓ સામે રડી પડ્યો આઝમપુત્ર, જો કે ફરી પાછી ધમકી પણ ઉચ્ચારી
પોતાના એકમાત્ર પુત્રનો જીવ તો પરિવાર બચાવી શક્યો નહી પરંતુ તેની આંખો ડોનેટ કરીને એક પ્રયાસ જરૂર કર્યો કે પુત્રની આંખની મદદથી કોઇ અન્યનાં જીવનમાં પ્રકાશ જરૂર પાથરી શકશે. ઘટના બાદ ડોક્ટરોએ સમજાવ્યા બાદ પરિવાર તૈયાર થયો હતો. ગ્વાલિયરથી આઇ ડોક્ટર્સની ટીમે નેત્રદાનની પ્રક્રિયા પુર્ણ કરી. આ આંખોથી બે લોકોનાં જીવનમાં પ્રકાશ પથરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે