ભારતના કયા જિલ્લામાં આવેલું છે એશિયાનું સૌથી શિક્ષિત ગામ? વિશેષતા સાંભળીને ચકરાઈ જશે મગજ

આ ગામમાં લગભગ 10થી 11 હજાર લોકો રહે છે. ગામની 90 ટકા વસ્તી શિક્ષિત છે અને અહીંના 80 ટકા ઘરોમાં એક યા બીજા અધિકારી દેશમાં ક્યાંકને ક્યાંક જગ્યાએ પોસ્ટેડ છે.

ભારતના કયા જિલ્લામાં આવેલું છે એશિયાનું સૌથી શિક્ષિત ગામ? વિશેષતા સાંભળીને ચકરાઈ જશે મગજ

નવી દિલ્હીઃ જ્યારે પણ સાક્ષરતાની ચર્ચા થાય છે ત્યારે મોટા શહેરોની શાળાઓ અને તેમાં ભણતા શહેરી બાળકોનું ચિત્ર લોકોના મનમાં છપાઈ જાય છે. પરંતુ આજે અમે એક એવા ગામની વાત કરી રહ્યા છીએ, જેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી વધુ શિક્ષિત ગામ કહેવામાં આવે છે. આ ગામ બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના જવા બ્લોકમાં આવેલું છે. આ ગામનું નામ ધોરા માફી છે. આ ગામની 90 ટકા વસ્તી સાક્ષર છે. એટલે કે આ ગામના 90 ટકા લોકો શિક્ષિત છે. ત્યારે આવો જાણીએ આ શિક્ષિત ગામની ખાસિયતો વિશે.... 

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં છે ગામનું નામ-
વર્ષ 2002માં, આ ગામને તેના 75 ટકા સાક્ષરતા દર માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યુ. સાથે જ આ ગામને ગીનીસ બુક ઓફ રેકોર્ડના સર્વે માટે પણ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગામમાં 24 કલાક વીજળી આવે છે અને આજ ગામમાં અંગ્રેજી માધ્યમની ઘણી શાળાઓ અને કોલેજો પણ છે. જેમાં મોટા ભાગના લોકો કામ કરે છે, ઘણા ઘરોમાં એક કરતા વધારે ઓફિસર છે, જેઓ દેશમાં અલગ-અલગ જગ્યાએ પોસ્ટેડ હોય છે. 

ગામના 80 ટકા ઘરોમાં અધિકારી-
આ ગામની વસ્તી 10 થી 11 હજાર જેટલી છે. ગામની 90 ટકા વસ્તી શિક્ષિત છે અને અહીંના 80 ટકા ઘરોમાં કોઈને કોઈ અધિકારી છે. આ ગામના મોટાભાગના લોકો ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, પ્રોફેસર અને આઈએએસ ઓફિસર છે. ગામના મોટાભાગના લોકો નોકરી દ્વારા જ પોતાનું ઘર ચલાવે છે. અહીંના બાળકો પણ મોટા થઈને દેશમાં મોટા હોદ્દા પર કામ કરવાનું સ્વપ્ન જુએ છે.

ખેતી કેમ નથી કરતા અહીંના લોકો-
આ ગામના લોકોએ 5 વર્ષ પહેલાથી જ ખેતી કરવાનું બંધ કરી દીધુ છે. અહીંના મોટાભાગના લોકો હવે નોકરી કરે છે. અહીંના લોકો માને છે કે તેઓ ખેતી કરતાં નોકરીમાંથી વધુ કમાણી કરી રહ્યા છે. અહીંના લોકો પણ બાળકોને શરૂઆતથી જ ખેતીથી દૂર રાખે છે અને તેમને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહે છે. અહીં તમે ગામના રસ્તાઓની બાજુમાં એક લાઇનમાં વહેલી સવારે શાળાએ જતા ઘણા બાળકોને જોઈ શકો છો, જેઓ મોટા થઈને સારી સારી જગ્યાએ નોકરી કરવાના સ્વપ્ન પુરા કરવા સ્કૂલે જતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news