Mumbai: ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગે 46 લોકોને ઝપેટમાં લીધા, 7ના મોત

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આઝાદ નગરમાં એક સાત માળની ઈમારતમાં રાતે ભીષણ આગ લાગી. મળતી માહિતી મુજબ આ રાત રાતે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે ઈમારતના પાર્કિંગમાં લાગી.

Mumbai: ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગે 46 લોકોને ઝપેટમાં લીધા, 7ના મોત

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આઝાદ નગરમાં એક સાત માળની ઈમારતમાં રાતે ભીષણ આગ લાગી. મળતી માહિતી મુજબ આ રાત રાતે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે ઈમારતના પાર્કિંગમાં લાગી. આગની ઝપેટમાં આવતા કુલ 46 લોકો ઈજાગ્રસ્ત થયા અને સાત લોકોએ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ઘાયલ લોકોની એચબીટી અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. 

પાર્કિંગ એરિયામાં લાગી આગ
બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલી 4 કાર અને 30થી વધુ બાઈક્સ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો. હાલ કૂલિંગનું કામ ચાલુ છે. સ્થાનિક લોકોનું માનીએ તો ઈમારતના પાર્કિંગમાં ખુબ જૂના કપડા રાખ્યા હતા. જેમાં આગ લાગી હતશે. જેણે જોત જોતામાં આખા પાર્કિંગ અને ઈમારતના પહેલા અને બીજા માળને પોતાની ઝપેટમાં લઈ લીધા. 

Details from other private hospitals where the injured were taken are awaited.

— ANI (@ANI) October 6, 2023

આ દુર્ઘટનામાં કુલ 46 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 7 લોકોના દર્દનાક મોત થયા છે. આગ લાગવાનું કારણ શું હતું તેની જોકે પોલીસ અને ફાયર બ્રિગેડ તપાસ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news