મોતિહારીમાં દર્દનાક અકસ્માત, બસ પલટી જતા લાગેલી આગમાં 27 લોકો જીવતા ભૂંજાયા
બિહાર સ્થિત મોતિહારીમાં એક ભીષણ અકસ્માત થયો છે. મુઝફ્ફરનગરથી દિલ્હી તરફ જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ.
Trending Photos
મુઝફ્ફરપુર: બિહાર સ્થિત મોતિહારીમાં એક ભીષણ અકસ્માત થયો છે. મુઝફ્ફરનગરથી દિલ્હી તરફ જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અહેવાલો મુજબ બસ રસ્તા પરથી અચાનક નીચે ઉતરી ગઈ અને ખાડામાં પલટી ગઈ. બસ પલટી જતા તેમાં આગ લાગી ગઈ. કહેવાય છે કે બસમાં 32 લોકો સવાર હતાં. અકસ્માતમાં અનેક લોકોના મોતના અહેવાલ છે. અકસ્માત બાદ સ્થાનિકોએ તરત જ રાહતકાર્ય શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ પોલીસ અને પ્રશાસન ત્યાં પહોંચ્યાં અને રાહતકાર્ય શરૂ કર્યું. ગ્રામીણોએ બસમાંથી 5 લોકોને બચાવ્યાં અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં.
બસ અકસ્માત મોતિહારીના કોટવા વિસ્તારના એનએચ-28 પર બાગરા પાસે થયો. બસમાં 27 લોકો ફસાયેલા હતાં. કહેવાય છે કે બસમાં આગ લાગવાના કારણે અનેક મુસાફરો ગૂંગળાઈ ગયાં. ઘટના સ્થળ પર વરસાદ હોવાના કારણે રાહતકાર્યમાં વિધ્ન આવી રહ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સરકારે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી છે.
#UPDATE Total 27 people have died due to fire in a bus, after it overturned, in Bihar's Motihari pic.twitter.com/IHxHKzJMNX
— ANI (@ANI) May 3, 2018
રાજ્ય સરકારે મુખ્યમંત્રી આપદા રાહત કોષમાંથી 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘટના બાદ તરત ડિઝાસ્ટર મેનેજમેન્ટે બેઠક બોલાવી અને રાહત કોષમાંથી સહાય આપવાનું નક્કી કર્યું. આ સાથે જ સરકારે નિર્દેશ આપ્યા છે કે તમામ ઘાયલોની યોગ્ય સારવાર કરાવવામાં આવે. જો કોઈ મોટી હોસ્પિટલમાં રેફર કરવાની જરૂર છે તો તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવે. મુખ્યમંત્રી નીતિશકુમારે પોતે ઘટનાની જાણકારી લીધી છે અને તેમણે નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં ન આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે