આજ સુધી 'કૈલાશ' ની ટોચ સુધી કોઈ પહોંચી શક્યું નથી!, ખરેખર ત્યાં છે ભગવાન શિવજીનો વાસ?

આજ સુધી 'કૈલાશ' ની ટોચ સુધી કોઈ પહોંચી શક્યું નથી!, ખરેખર ત્યાં છે ભગવાન શિવજીનો વાસ?

હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વત (Kailash Mountain) નું ખુબ મહત્વ છે. કારણ કે તે ભગવાન શિવ (Lord Shiva) નું નિવાસ સ્થાન ગણાય છે. અહીં એ પણ વિચારવા જેવી વાત છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ને અત્યાર સુધીમાં 7000થી વધુ લોકો ફતેહ કરી ચૂક્યા છે. જેની ઊંચાઈ 8848 મીટર છે. પરંતુ આજ સુધી કૈલાશ પર્વત પર કોઈ ચઢાણ કરી શક્યું નથી. એમાં પણ તેની ઊંચાઈ તો એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે કે 6638 મીટર છે. આ અત્યાર સુધી રહસ્ય બની રહ્યું છે. 

કૈલાશ પર્વત પર કોઈ ચઢાણ નથી કરી શક્યું તેને લઈને જાત જાતની કહાનીઓ ફેલાયેલી છે. કેટલાક  લોકોનું માનવું છે કે કૈલાશ પર્વત પર શિવજી નિવાસ કરે છે અને આથી કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. મૃત્યુ બાદ કે પછી જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તેવા જ કૈલાશ પર જઈ શકે છે. 

એવી પણ માન્યતા છે કે કૈલાશ પર્વત પર થોડુ પણ ચઢો તો વ્યક્તિ દિશાહિન થઈ જાય છે. દિશા વગર ચઢાણ કરવું એ મોતને પોકારવા જેવું છે. આથી પણ કોઈ વ્યક્તિ કૈલાશ ચઢાણ કરી શક્યો નથી. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પર્વતારોહકે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે તેણે કૈલાશ પર્વત ચડવાની કોશિશ કરી હતી પરંતુ આ પર્વત પર રહેવું અશક્ય છે. કારણ કે ત્યાં શરીરના વાળ અને નખ જલદી વધે છે. આ ઉપરાંત કૈલાશ પર્વત વધારે પડતો રેડિયોએક્ટિવ પણ છે. 

આ ઉપરાંત કહે છે કે કૈલાશ પર્વતનો સ્લોપ પણ 65 ડિગ્રીથી વધુ છે. જ્યારે માઉન્ટ એવરેસ્ટનો તો 40-60 સુધીનો છે. આ સ્લોપ પણ ચઢાણ મુશ્કેલ  બનાવે છે. એક કારણ એ પણ છે કે પર્વતારોહકો એવરેસ્ટ પર તો ચડી જાય છે પરંતુ કૈલાશ પર્વત પર ચડી શકતા નથી. 

જુઓ LIVE TV

રશિયાના એક પર્વતારોહક સરગે સિસ્ટિયાકોવે જણાવ્યું કે જ્યારે હું કૈલાશ પર્વતની બિલકુલ પાસે પહોંચ્યો તો મારા હ્રદયના ધબકારા વધી ગયાં. જેના પર કોઈ આજ સુધી ચડી શક્યો નથી તે પર્વતની બરાબર હું સામે છું. પરંતુ મને અચાનક નબળાઈ મહેસૂસ થવા લાગી હતી અને મનમા વિચારો આવવા લાગ્યા કે મારે અહીં રોકાવું જોઈએ નહીં. અહીંથી જતું રહેવું જોઈએ. ત્યારબાદ જેમ જેમ હું નીચે આવતો ગયો તેમ તેમ મારું મન હળવું બનતું ગયું. 

કૈલાશ પર્વત ચઢવાની છેલ્લી કશિશ લગભગ 18 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2001માં કરવામાં આવી હતી. ચીને સ્પેનની એક ટીમને કૈલાશ પર્વત પર ચઢવાની મંજૂરી આપી હતી. હાલ કૈલાશ પર્વત પર ચઢાણ પૂરેપૂરું રોકી દેવામાં આવ્યું છે. કારણ કે ભારત અને તિબ્બત સહિત દુનિયાભરના લોકો માને છે કે આ પર્વત એક પવિત્ર સ્થાન છે. આથી તેના પર કોઈને ચઢાણ માટે મંજૂરી આપવી જોઈએ નહીં. 

જો કે કહે છે કે 92 વર્ષ અગાઉ વર્ષ 1928મં એક બૌદ્ધ ભિક્ષુ મિલારેપા એક માત્ર એવા વ્યક્તિ હતાં કે જેઓ કૈલાશ પર્વતની તળેટીમાં જઈને તેના પર ચઢવામાં સફળ રહ્યાં હતાં. તેઓ આ પવિત્ર અને રહસ્યમયી પર્વત પર જઈને જીવતા પાછા ફરનારા દુનિયાના પહેલા વ્યક્તિ હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news