કિમ જોંગે દોડાવ્યો સફેદ ઘોડો અને દેશના લોકોના ધબકારા વધી ગયા, જાણો કેમ

ઉત્તર કોરિયા (North korea) ના નેતા કિમ જોંગ ઉને (Kim Jing Un)  પોતાના દિવંગત પિતાના જન્મસ્થાન અને કોરિયાઈ પ્રાયદ્વીપના સૌથી ઊંચા શિખર તરીકે લોકપ્રિય માઉન્ટ પાએકડૂનું ચઢાણ એક સફેદ ઘોડા દ્વારા કર્યું. કિમ જોંગના આ ચઢાણથી એવી અટકળો થઈ રહી છે કે આવનારા દિવસોમાં કોઈ મોટો નીતિગત ફેરફાર થઈ શકે છે. 
કિમ જોંગે દોડાવ્યો સફેદ ઘોડો અને દેશના લોકોના ધબકારા વધી ગયા, જાણો કેમ

સિયોલ: ઉત્તર કોરિયા (North korea) ના નેતા કિમ જોંગ ઉને (Kim Jing Un)  પોતાના દિવંગત પિતાના જન્મસ્થાન અને કોરિયાઈ પ્રાયદ્વીપના સૌથી ઊંચા શિખર તરીકે લોકપ્રિય માઉન્ટ પાએકડૂનું ચઢાણ એક સફેદ ઘોડા દ્વારા કર્યું. કિમ જોંગના આ ચઢાણથી એવી અટકળો થઈ રહી છે કે આવનારા દિવસોમાં કોઈ મોટો નીતિગત ફેરફાર થઈ શકે છે. 

સમાચાર એજન્સી યોનહપના રિપોર્ટ મુજબ પ્યોંગયોંગના મીડિયાના બુધવારના રિપોર્ટમાં જણાવાયું છે કે કિમે માઉન્ટ પાએકડૂ અને ક્રાંતિકારી યુદ્ધસ્થળોની મુલાકાત લીધી જ્યાં તેમના દિવંગત દાદા કિમ ઈલ સુંગે જાપાનથી સ્વતંત્રતા માટે લડત લડી હતી. 

ઓક્ટોબર બાદ પર્વતોની તેમની આ મુસાફરી થોડી અલગ હતી. આ અગાઉની મુસાફરીમાં તેમણે પ્યોંગયોંગ વિરુદ્ધ પ્રતિબંધોને જાળવા રાખવાના અને શત્રુતાપૂર્ણ કૃત્યોને લઈને અમેરિકા વિરુદ્ધ નારો આપ્યો હતો. 

પહાડોની મુસાફરી બાદ ઉત્તર કોરિયાના અધિકૃત સમાચાર પત્ર રોડોંગ સિનમુને ગુરુવારે ઊંચા પદો પર બિરાજેલા અધિકારીઓના નામ પર લખાયેલી અનેક કોલમ પ્રકાશિત કરી હતી. 

વાઈસ પ્રીમિયર કિમ ટોક હુને પોતાની કોલમમાં લખ્યું હતું કે જ્યાં સુધી અમારી પાસે માઉન્ટ પાએકડૂની ક્રાંતિકારી ભાવના છે, આત્મનિર્ભરતાની ક્રાંતિકારી ભાવના છે, અમે અમારા દમ પર જીવિત રહી શકીએ છીએ અને અમારી પોતાની સમૃદ્ધિ અને વિકાસ માટે અમારી રીતે દ્વાર ખોલી શકીએ છીએ. 

જુઓ LIVE TV

વર્કર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના ઉપાધ્યક્ષ પાક ક્વાંગ હોએ પણ લોકોને કિમ ઈલ સંગ દ્વારા પાછળ છોડી ગયેલી ક્રાંતિકારી પરંપરાઓથી લેસ 'દેશભક્ત' બનવાની અપીલ કરી હતી. 

સમાચાર એજન્સી યોનહપે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ સપ્તાહ ધાર્મિક પર્વતની કિમ જોંગની યાત્રાએ મોટા નીતિગત ફેરફારની અટકળોને તેજ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news