Nag Panchmi: વાસુકી, પદ્મનાગ અને શેષનાગ કોણ કરે છે કયા ભગવાનની સેવા? જાણો વિવિધ નાગની પૂજાનું મહત્ત્વ

શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગ પંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? વિગતવાર જાણો રોચક કથા

Nag Panchmi: વાસુકી, પદ્મનાગ અને શેષનાગ કોણ કરે છે કયા ભગવાનની સેવા? જાણો વિવિધ નાગની પૂજાનું મહત્ત્વ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયુ છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે.

આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. આમ પણ નાગદેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યુ છે ભોલેનાથના અલંકારના રૂપમાં નાગદેવતા તેમના શરીર પર વિંટળાયેલા રહે છે. આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે.

નાગપંચમીની શું છે માન્યતા? 
આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે કે નાગની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે.

શા માટે કરાય છે નાગની પૂજા?
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. નાગ ખેતરનું રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરને લીલાછમ રાખે છે. નાગ દેવતાએ પ્રકૃત્તિ સાથે માનવીનું તાલમેલ દર્શાવે છે.

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી” 
બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. 

નાગપંચમી પર કરવી જોઈએ આ આઠ નાગોની પૂજા મળે છે આ લાભ:

સામાન્ય જીવનમાં પણ નાગ દેવતા સાથે લોકો જોડાયેલા છે. એ જ કારણે નાગ દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. ભક્તો આ દિવસે નાગ દેવતાને દૂધ અને ધાન ચડાવીને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ માંગે છે. મહાભારતમાં નાગોની ઉત્પત્તિનું વર્ણન જોવા મળે છે. મહાભારત અને આદિ ગ્રંથોમાં નાગ દેવતાની ઉત્પત્તિ વિશે વિશેષ જણાવવામાં આવ્યું છે. ખરેખર તો નાગ પંચમીના દિવસે આઠ નાગોની પૂજા થવી જોઈએ. તો ચાલો જાણીએ એ આઠ નાગ ક્યાં છે અને શું તેની વિશેષતા છે. 

શેષનાગ:
ભગવાન વિષ્ણુના સેવક શેષનાગની સહસ્ત્ર ફેણ પર આ ધરતી ટકી છે. બ્રહ્માના વરદાનથી તે પાતાળલોકના રાજા પણ છે. રામાયણ કાળમાં લક્ષ્મણનો અવતાર લઈને શેષનાગ આવ્યા હતા અને મહાભારતમાં બલરામના રૂપમાં શેષનાગના અંશ હતા.

વાસુકીનાગ:
વાસુકી નાગ શિવજીના સેવક તરીકે ઓળખાય છે. સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત પર મથની તથા વાસુકીને દોરડું બનાવવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં તેણે ભીમને બચાવ્યો હતો. 

પદ્મનાગ:
પદ્મ નાગોનું ગોમતી નદીની પાસે નેમિશ નામક ક્ષેત્ર પર શાસન હતું. ત્યાર બાદ મણીપુરમાં આવીને વસી ગયા. એવું પણ કહેવાય છે કે આસામમાં નાગવંશી તેના જ વંશજ છે.

મહાપદ્મનાગ:
વિષ્ણુપુરાણમાં સર્પના વિભિન્ન કુળમાં મહાપદ્મનું નામ સામે આવ્યું હતું. 

તક્ષક નાગ:
તક્ષક નાગનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. તક્ષક નાગ પાતાળમાં નિવાસ કરતા આઠ નાગોમાંથી એક છે. તે માતા કદૃના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો અને તેના પિતા કશ્યપ ઋષિ હતા. તક્ષક ‘કોશવંશ’ વર્ગનો હતો. તે કાદ્રવેય નાગ છે. માનવામાં આવે છે કે તક્ષકનું રાજ તક્ષશીલામાં હતું.  

કુલિક નાગ:
કુલિક નાગ જાતીમાં બ્રાહ્મણ કુળના માનવામાં આવે છે. કુલિક નાગનો સંબંધ બ્રહ્માજી સાથે છે એવું માનવામાં આવે છે. 

કર્કટ નાગ:
કર્કટ નાગ શિવજીના ગણ છે. પૌરાણિક કથાઓ અનુસાર, સાપોની માતા કદૃએ જ્યારે સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને કલંબ નાગ બ્રહ્માજીના લોકમાં, શંખચુડ’ મણીપુર રાજ્યમાં કાલિયા નાગ યમુનામાં ધૃતરાષ્ટ્ર નાગ પ્રયાગમાં, એલાપત્ર બ્રહ્મલોકમાં અને અન્ય કુરુક્ષેત્રમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. 

શંખ નાગ:
નાગોના આઠ કુળમાં એક શંખ છે. શંખ નાગ જાતિઓમાં સૌથી બુદ્ધિમાન છે. આપણે ત્યાં ઘણા બધા તહેવારો અને ધાર્મિક માન્યતાઓને માનવામાં આવે છે. તો તેવી જ રીતે આપણે ત્યાં નાગ પંચમી પણ મનાવવામાં આવે છે. નાગ પંચમી દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પાંચમની તિથી પર મનાવવામાં આવે . નાગ પંચમીના દિવસ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તો ધર્મિક માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો નાગ દેવતાની પૂજા કરીએ તો કુંડળીમાં રાહુ અને કેતુ સંબંધિત દોષ હોય તો એ દુર થાય છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news