Maharashtra Assembly: વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેએ આપ્યુ રાજીનામુ, જાણો કારણ

મહારાષ્ટ્ર  (Maharashtra) ની રાજનીતિમાં નાના પટોલે વિદર્ભ (Vidarbh) થી આવે છે જે કુણબી સમાજ પર વર્ચસ્વ રાખે છે. નાના પટોલે ભંડારા જિલ્લાની સકોલી સીટ (Sakoli, Bhandara) થી ધારાસભ્ય છે.

Maharashtra Assembly: વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેએ આપ્યુ રાજીનામુ, જાણો કારણ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન સભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ નાના પટોલે (Nana Patole) પોતાના પદ પરથી રાજીનામુ આપી દીદુ છે. નાનાએ પોતાનું રાજીનામુ વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલને સોપ્યુ છે. તમને જણાવી દઈએ કે નાનાને હવે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ (MCC) ના અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી રહી છે. તેના કારણે તેમણે વિધાનસભા સ્પીકર પદેથી રાજીનામુ આપ્યું છે. નાના પટોલેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનની બેઠક કરવી પડશે. આ દરમિયાન શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અધ્યક્ષ પદ માટે ફરીથી ચર્ચા કરી નવા ઉમેદવાર નક્કી કરવા પડશે. 

વિદર્ભના કદ્દાવર નેતા છે નાના
મહારાષ્ટ્ર  (Maharashtra) ની રાજનીતિમાં નાના પટોલે વિદર્ભ (Vidarbh) થી આવે છે જે કુણબી સમાજ પર વર્ચસ્વ રાખે છે. નાના પટોલે ભંડારા જિલ્લાની સકોલી સીટ (Sakoli, Bhandara) થી ધારાસભ્ય છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, તે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે મહેસૂલ મંત્રી બાલા સાહેબ થોરાટનું સ્થાન લેશે. 

— ANI (@ANI) February 4, 2021

અન્ય પાર્ટીઓમાં પણ રહી ચુક્યા છે નાના પટોલે
ઉલ્લેખનીય છે કે નાના પટોલેની છબી એક દાગી નેતા તરીકે રહી છે. તેઓ 90ના દાયકામાં શિવસેના છોડી કોંગ્રેસમાં સામેલ થયા હતા. વર્ષ 1992મા જ્યારે ભંડારા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પટોલેને કોંગ્રેસે ટિકિટ ન આપી. તો તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી અને બળવાખોર બનીને પોતાના પાર્ટીના ઉમેદવાર મધુકર લીચડેને હરાવ્યા હતા. નાના ભારતીય જનતા પાર્ટીમાં પણ રહી ચુક્યા છે. તેમણે 2014 લોકસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી અને એનસીપીના પ્રફુલ પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ 2017મા ભાજપ છોડી દીધી હતી. 11 જાન્યુઆરી 2018ના ફરી કોંગ્રેસમાં સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news