Indian Air Force: વિંગ કમાન્ડર દીપિકાને વીરતા પુરસ્કાર, એવોર્ડ મેળવનાર વાયુસેનાના પહેલા મહિલા અધિકારી
Indian Air Force: દીપિકા, જે રાજસ્થાનની છે, તેને મધ્યપ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન કરેલા સાહસ માટે વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરફોર્સની મહિલાઓએ સેવા પ્રત્યેના સમર્પણ માટે ભૂતકાળમાં પણ એવોર્ડ મેળવ્યા છે.
Trending Photos
Indian Air Force: વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વીરતા પુરસ્કાર મેળવનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. દીપિકા, જે રાજસ્થાનની છે, તેને મધ્ય પ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી "અસાધારણ સાહસ" માટે વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
ભાવનગર ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી; વધુ 6 લોકોની અટકાયત, જાણો આ લિસ્ટ
રાશિફળ 21 એપ્રિલ: આ રાશિના લોકો મળશે GOOD NEWS, મકર રાશિના લોકો ખાસ વાંચે
આખરે દિલ્હી જીત્યું, ઘર આંગણે કોલકાતાને 4 વિકેટથી પછાડ્યું
ભારતીય વાયુસેનાની મહિલા અધિકારીને પ્રથમ વખત વીરતા પુરસ્કાર મળ્યો
વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાયુસેનામાં મહિલાઓને તેમના સેવા પ્રત્યેના સમર્પણ માટે ભૂતકાળમાં પુરસ્કારો મળ્યા છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય વાયુસેનાની મહિલા અધિકારીને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ગુરુવારે સુબ્રોતો પાર્કમાં એરફોર્સ ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં અનેક અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને યુદ્ધ સેવા મેડલ અને અન્ય પુરસ્કારો મળ્યા હતા.
એરફોર્સના બે અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ મળ્યો
એરફોર્સના બે અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ, 13 અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને વાયુ સેના મેડલ (વીરતા), 13 અધિકારીઓને વાયુ સેના મેડલ અને 30 વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એરફોર્સમાંથી 57 અને આર્મીમાંથી એક સહિત કુલ 58 વ્યક્તિઓએ એવોર્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન, શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે