ઓડિશાની પુત્રીને મત આપો, દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં નવીન પટનાયકની અપીલ, ભાજપની ચિંતા દૂર

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત બીજેડીએ કરી છે. તેમણે રાજ્યના બધા ધારાસભ્યો અને સાંસદોને ટ્વીટ કરી ઓડિશાની પુત્રીને મત આપવાની અપીલ કરી છે. 

ઓડિશાની પુત્રીને મત આપો, દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં નવીન પટનાયકની અપીલ, ભાજપની ચિંતા દૂર

નવી દિલ્હીઃ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન આપવાની જાહેરાત બીજુ જનતા દળે કરી છે. તેમણે રાજ્યના બધા ધારાસભ્યો અને સાંસદોને ટ્વીટ કરી ઓડિશાની પુત્રીને મત આપવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું- 'હું ઓડિશા વિધાનસભાના બધા સભ્યોને અપીલ કરૂ છું કે તે પાર્ટી લાઇનથી ઉપર ઉઠી ઓડિશાની પુત્રી દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરે.' તેમને દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવા માટે પસંદ કરો. આ પહેલા મંગળવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વીટ કરી દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માટે શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે પીએમ મોદીએ જ્યારે મારી સાથે દ્રૌપદી મુર્મૂને લઈને વાત કરી હતી તો મને ખુશી થઈ હતી. આ ઓડિશા માટે ગર્વનો વિષય હતો. 

નવીન પટનાયલે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મૂ દેશમાં મહિલા સશક્તીકરણનું મોટુ ઉદાહરણ હશે. બીજેડી નેતા તરફથી દ્રૌપદી મુર્મૂના સમર્થનની જાહેરાતે એનડીએની જીતનો માર્ગ આસાન બનાવી દીધો છે. બીજેપીના સમર્થનથી મુર્મૂ માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવી સરળ રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ગણિતની વાત કરીએ તો કુલ મતોનું મૂલ્ય 10,79,206 છે. એનડીએને આ ચૂંટણીમાં જીત માટે અડધાથી વધુ મત એટલે કે 5 લાખ 40 હજાર મૂલ્યના મત જોઈએ. માત્ર ભાજપની પાસે 4,59,414 મૂલ્યના મત છે. આ સિવાય તેના સહયોગી દળ જેડીયૂના મતનું મૂલ્ય 22485 છે અને એઆઈએડીએમકેના મતનું મૂલ્ય 15816 છે. આ રીતે એનડીએના કુલ મતનું મૂલ્ય 4,97,715 છે. 

એનડીએ પાસે માત્ર 43 હજાર મૂલ્યના મતની કમી છે. બીજેડીની વાત કરીએ તો તેના મતનું મૂલ્ય 31686 છે. તો આંધ્ર પ્રદેશની સત્તામાં રહેલી વાઈએસઆર કોંગ્રેસના મતનું મૂલ્ય 43450 છે. તેણે પણ સમર્થનના સંકેત આપ્યા છે. આ સિવાય વિપક્ષ પણ એક નથી, તેવામાં એનડીઓને માર્ગ મુશ્કેલ લાગશે નહીં. હકીકતમાં તે પણ ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ અલ્પસંખ્યક સમુદાય કે આદિવાસી કોઈ નેતાને ટિકિટ આવી શકે છે, જેનો વિરોધ કરવો કોઈપણ પક્ષ માટે મુશ્કેલ હશે. 

વાઈએસઆર કોંગ્રેસે પણ આપ્યો સમર્થનનો સંકેત
આંધ્ર પ્રદેશની 175 સભ્યોની વિધાનસભામાં વાઈએસઆર કોંગ્રેસના 150 અને વિધાન પરિષદમાં 33 સભ્યો છે. લોકસભામાં વાઈએસઆરના 22 અને રાજ્યસભામાં છ સાંસદ છે. તેવામાં તે પણ એનડીએ ઉમેદવાર મુર્મૂને સમર્થન આપશે તો વિપક્ષ કોઈપણ સ્થિતિમાં જીતી શકશે નહીં. એનડીએ પાસે કુલ 10.79 લાખ મતોના અડધાથી ઓછા એટલે કે 5,26,420 મતનું મૂલ્ય છે. હવે બીજેડી અને વાઈએસઆરે પણ એનડીએ ઉમેદવારના સમર્થનના સંકેત આપ્યા બાદ દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો બની ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news