છત્તીસગઢમાં અલ્લા હૂ અકબર કહીને ફસાયો સિદ્ધુ, રાજ્યના શીખ સંગઠનોએ લખ્યો પત્ર

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાનાં નિવેદન મુદ્દે ફરીથી ફસાઇ શકે છે. બિહારનાં કટિહારમાં અપાયેલા એક નિવેદન બાદ સિદ્ધુ હવે મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને ઘેરાઇ ચુક્યા છે. છત્તીસગઢ શીખ સંગઠનનાં પ્રમુખ અરજીત સિંહે સિદ્ધુની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. અમરજીતસિંહ છાબડાએ શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે સિદ્ધુએ મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને  શીખ ધર્મની પરંપરા અને નિયમનું ઉલ્લંઘન કર્યું છે. 
છત્તીસગઢમાં અલ્લા હૂ અકબર કહીને ફસાયો સિદ્ધુ, રાજ્યના શીખ સંગઠનોએ લખ્યો પત્ર

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાનાં નિવેદન મુદ્દે ફરીથી ફસાઇ શકે છે. બિહારનાં કટિહારમાં અપાયેલા એક નિવેદન બાદ સિદ્ધુ હવે મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને ઘેરાઇ ચુક્યા છે. છત્તીસગઢ શીખ સંગઠનનાં પ્રમુખ અરજીત સિંહે સિદ્ધુની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. અમરજીતસિંહ છાબડાએ શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે સિદ્ધુએ મુસ્લિમ સમર્થન માટે અલ્લા હુ અકબર કહીને  શીખ ધર્મની પરંપરા અને નિયમનું ઉલ્લંઘન કર્યું છે. 

છાબડાએ કહ્યું કે, શીર્ષ કોર્ટે ઓક્ટોબર 2016માં ઇશ્યું પોતાનાં આદેશમાં કહ્યું કે, કોઇ પણ ધર્મનાં નામે મત માંગી શકે નહી. બીજી તરફ એસજીપીસી કાર્યાલયનાં સુત્રો અનુસાર ફેક્સ દ્વારા અમરજીતસિંહ છાબડાએ ફરિયાદ મોકલી છે. સિદ્ધુની વિરુદ્ધ અનેક ફરિયાદો મળી છે. 

ચૂંટણી પંચે સિદ્ધુને નોટિસ ફટકારી
આ અગાઉ નવજોતસિંહ સિદ્ધુ કટિહારમાં અપાયેલા નિવેદન મુદ્દે ઘેરાયા હતા. આ મુદ્દે ચૂંટણી પંચે સિદ્ધુના આ નિવેદન અંગે તેમની સ્પષ્ટતા માંગી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માટે તમામ મુસ્લિમ મતદાતાઓ સાથે જોડાવાની અપીલ કરી હતી. શનિવારે ચૂંટણી પંચે સિદ્ધુ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ ઇશ્યું કરી છે. ચૂંટણી પંચે સિદ્ધુથી 24 કલાકની અંદર જવાબ દાખલ કરવા જણાવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ બિહારનાં કટિહારમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)એ સિદ્ધુનાં આ નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. 

કટિહાર રેલીમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ જાતપાતમાં વહેચવાની રાજનીતિ થઇ રહી છે, હું પોતાનાં મુસ્લિમ ભાઇઓને એક જ વાત કહેવા આવ્યો છું, તમારુ એવું ક્ષેત્ર છે જ્યાં તમે લઘુમતી બનીને નહી પરંતુ બહુમતી બનીને હોય. આ ક્ષેત્રમાં તમારુ વર્ચસ્વ 62 ટકાનું છે અને આ ભાજપવાળા ષડયંત્રકારી લોકો તમને વહેંચવાનો પ્રયાસ કરશે, તમે એકત્ર થઇ રહ્યા હો તો કોંગ્રેસને વિશ્વની કોઇ પણ શક્તિ હરાવી નહી શકે. 

આ ઉપરાંત સિદ્ધુએ આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને નિશાન પર લીધા અને વડાપ્રધાન મોદીની તુલનામાં ફેંકુ સાથે કરી હતી. આ અગાઉ બસપા અધ્યક્ષ માયાવતીએ પણ એવા જ નિવેદનો આપ્યા હતા, જેને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા ચૂંટણી પંચે 48 કલાક માટે માયાવતીએ પણ એવું જ નિવેદન આપ્યું હતું, જેને આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનતા ચૂંટણી પંચે 48 કલાક માટે માયાવતીનાં પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news