અભિનંદનને મુક્ત કરવાનાં નિર્ણયને સિદ્ધુએ આવકાર્યો, ઇમરાનના કર્યા વખાણ

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે જાહેરાત કરી હતી કે પકડાયેલ પાયલોટ અભિનંદન વર્ધમાનને શાંતિની પહેલ તરીકે શુક્રવારે મુક્ત કરવામાં આવશે

અભિનંદનને મુક્ત કરવાનાં નિર્ણયને સિદ્ધુએ આવકાર્યો, ઇમરાનના કર્યા વખાણ

નવી દિલ્હી : પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત કરવાના પાકિસ્તાનના નિર્ણયને આવકાર્યો. સિદ્ધુએ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા. શાંતિ માટે ઇમરાન ખાન દ્વારા ઉઠાવવામાં આવેલું આ પગલું સરાહનીય છે. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે, દરેક સારા પગલા માટે રસ્તો આપો આપ બની જતો હોય છે. તમારા એક સારા નિર્ણયથી કરોડો લોકો ખુશ છે. એક દેશમાં ખુશીની લહેર છે. હું અભિનંદનના પરિવાર માટે ખુબ જ ખુશ છું.

Navjot Singh Sidhu praises Imran Khan for announcement of release IAF pilot Abhinandan

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે જાહેરાત કરી હતી કે, ભારતીય વાયુસેનાના પકડાયેલા પાયલોટ અભિનંદન વર્ધમાનને શાંતિની પહેલ તરીકે શુક્રવારે મુક્ત કરવામાં આવશે. ઇમરાન ખાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા જાહેરાત કરી. તેમની આ જાહેરાતના થોડા સમય બાદ જ વિદેશ મંત્રી શાહ મહમદ કુરૈશીએ કહ્યું કે, બંન્ને દેશો વચ્ચે ઘર્ષણ ઘટે તે માટે વડાપ્રધાન ઇમરાન ખાન પોતાનાં ભારતીય સમકક્ષ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news